Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની સાસરે પહોંચતા થયો હાઈવોલ્ટેજ ડ્રામા

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની સાસરે પહોંચતા થયો હાઈવોલ્ટેજ ડ્રામા

29 April, 2019 12:01 PM IST | મુંબઈ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની સાસરે પહોંચતા થયો હાઈવોલ્ટેજ ડ્રામા

મોહમ્મદ શમીના ઘરમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા

મોહમ્મદ શમીના ઘરમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા


એક તરફ જ્યારે મોહમ્મદ શમી IPLમાં રમી રહ્યા છે અને વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેના ઘરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. શમીની પત્ની હસીન જહાંએ ગઈકાલે મોડી રાત્રે અમરોહામાં તેના ઘરે પહોંચીને હાઈ વોલ્ટેડ ડ્રામ કર્યો. રવિવારે સાંજે તે દીકરી અને આયા સાથે સાસરે પહોંચી અને પોતાને ઘરમાં બંધ કરી લીધી.

અમરોહામાં હાલ હસીન જહાં હજુ પણ પોલીસની નજરમાં છે. તેમને રાત્રે તબીબી તપાસ માટે જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલ તેમને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

હસીન જહાંએ દાખલ કરાવ્યો કેસ
હસીન જહાંએ મોહમ્મદ શમીના PRO પવનકુમાર અને અરમાન સામે ફરીયાદ નોંધાવી છે. અરમાન ગઈકાલે રાત્રે શમીના ગામમાં જ હતો, હાલ તે ફરાર છે.

MOHD SHAMI WIFE




હસીન જહાં 24 એપ્રિલે મતદાન કરવા માટે અમરોહા પહોંચી હતી. ગઈકાલે મોડી રાત્રે તે જ્યારે સાસરે પહોંચી ત્યારે સાસરિયાઓએ તેને બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો. એ વચ્ચે તેણે ઘરમાં ઘુસીને પોતાના અંદરથી લોક કરી દીધી. મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસ મોડી રાત્રે એક વાગ્યે હસીન જહાં, દીકરી અને આયાને પોતાની સાથે લઈને જતી રહી.

શું છે સાસરિયાઓનો આરોપ?
સાસરિયાઓના આરોપ પ્રમાણે હસીન જહાં દીકરી અને આયા સાથે ઘરમાં દાખલ થઈ ગઈ. જેના કારણે તેની સાસુ અને દેર સાથે નોંકઝોંક શરૂ થઈ ગઈ. હંગામાના કારણે ઘરની બહાર લોકો એકઠા થઈ ગયા. હસીન ઘરમાં ઘુસી જતા શમીની માતાએ પણ તેની સામે ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે હસીન જબરદસ્તી તેમના ઘરમાં ઘુસી ગઈ. તેને ઘરની બહાર કાઢવામાં આવે.


MOHD SHAMI WIFE

માર્ચ 2018થી ચાલી રહ્યો છે વિવાદ
ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે માર્ચ 2018થી વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ શમીના ભાઈ અને ઘરના અન્ય લોકો પર દુષ્કર્મ અને શમીની સામે ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંએ શમીના પરિવારના ચાર સભ્યો સામે કેસ દાખલ કરાવ્યો છે. મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.


આ પણ વાંચોઃ ફરી મુશ્કેલીમાં મુકાયા બૉલર મોહમ્મદ શમી, ફાઈલ થઈ ચાર્જશીટ

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 12:01 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK