વિશ્વના અબજોપતિઓની સંપત્તિ ગયા વર્ષે ૨૭.૫૫ લાખ કરોડ રૂપિયા ઘટી

09 November, 2019 09:57 AM IST  |  New Delhi

વિશ્વના અબજોપતિઓની સંપત્તિ ગયા વર્ષે ૨૭.૫૫ લાખ કરોડ રૂપિયા ઘટી

પ્રતિકાત્મક તસવીર

વિશ્વના અબજોપતિઓની સંપત્તિ ગયા વર્ષે ૩૮૮ અબજ ડૉલર (૨૭.૫૫ લાખ કરોડ રૂપિયા) ઘટીને ૮.૫૩ ટ્રિલ્યન ડૉલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા) રહી હતી. ૨૦૧૫ બાદ પ્રથમ વાર એમાં ઘટાડો આવ્યો. વૈશ્વિક રાજકારણમાં ઊથલપાથલ અને શૅરબજારોમાં અસ્થિરતાના કારણે આમ થયું. મલ્ટિનૅશનલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક યુબીએસ અને પ્રોફેશનલ સર્વિસિસ ફર્મ પીડબ્લ્યુસીએ શુક્રવારે આ રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ મુજબ અબજોપતિઓની સંખ્યાના મામલામાં બીજા મોટા દેશ ચીનના અમીરોની સંપત્તિમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. એની નેટવર્થ ૧૨.૩ ટકા ઘટી. ત્યાંનાં શૅરબજાર, કરન્સી અને વિકાસદરમાં ઘટાડો આવવાથી અમીરોને નુકસાન થયું. ત્યાં ૪૮ લોકો અબજોપતિઓના લિસ્ટમાંથી બહાર થઈ ગયા. આમ છતાં ચીનમાં દર બીજા દિવસે એક નવી વ્યક્તિ અબજપતિ બની રહી છે.

business news national news