અમે ઇચ્છીએ છીએ કે જવાનો પરિવાર સાથે 100 દિવસ વિતાવે : અમિત શાહ

30 December, 2019 03:28 PM IST  |  New Delhi

અમે ઇચ્છીએ છીએ કે જવાનો પરિવાર સાથે 100 દિવસ વિતાવે : અમિત શાહ

અમિત શાહ

(જી.એન.એસ.) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ દુનિયાનું સૌથી વધુ બહાદુર સશસ્ત્ર દળ છે. ઇતિહાસમાં સીઆરપીએફની બહાદુરીના કિસ્સાને હંમેશાં સ્થાન આપવાનું રહેશે. 2181 જવાનોએ બલિદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીઆરપીએફના કાર્યાલયનો અમિત શાહે શિલાન્યાસ કર્યો છે.

ગૃહપ્રધાને કહ્યું કે વડા પ્રધાન અને ગૃહપ્રધાન સીઆરપીએફ સૈનિકોને પડી રહેલી સમસ્યાઓથી વાકેફ છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક જવાન વર્ષમાં 100 દિવસ તેના પરિવાર સાથે વિતાવે. અમિત શાહે કહ્યું કે અમે 100 દિવસની રજાઓ માટે કમિટી બનાવી છે. મેં કેટલીક સંસ્થાઓને સોફ્ટવેર બનાવવાનું કહ્યું છે. તે માટેની જોગવાઈ આગામી બજેટમાં આવશે. જો તે યુવાન વર્ષમાં 100 દિવસ તેના પરિવાર સાથે રહે છે તો તે પોતાની જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવવામાં સક્ષમ હશે. જવાનોની જ આરોગ્ય તપાસ નહીં પણ હવે જવાનોનાં માતા-પિતા અને બાળકોની પણ આરોગ્ય તપાસ કરાશે.

amit shah national news