ત્રીજા ચરણનું મતદાનઃ આ દિગ્ગજોની શાખ લાગી છે દાવ પર

22 April, 2019 08:06 PM IST  |  નવી દિલ્હી

ત્રીજા ચરણનું મતદાનઃ આ દિગ્ગજોની શાખ લાગી છે દાવ પર

ત્રીજા ચરણમાં આ દિગ્ગજોની શાખ દાવ પર

17મી લોકસભા માટે મંગળવારે ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજોનું ભવિષ્ય ઈવીએમમાં બંધ થઈ જશે. ત્રીજા ચરણમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓનો જનતા નિર્ણય કરશે. આવો જાણીએ આ દિગ્ગજો અને તેની બેઠકો વિશે...

રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2004થી જ અમેઠી લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. તેઓ અમેઠીની સાથે કેરલની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં સુધી અમેઠીની વાત છે તો આ કોંગ્રેસનો ગઢ છે અને પારંપારિક બેઠક છે. વર્ષ 1980માં સંજય ગાંધી, 1981 થી 1991 સુધી રાજીવ ગાંધી, 1999 થી 2004 સુધી સોનિયા ગાંધી અને બાદમાં રાહુલ ગાંધી જીતતા આવ્યા છે.

અમિત શાહ
ભાજપની રણનીતિ ઘડવામાં ચાણક્યની ભૂમિકા નિભાવનારા અમિત શાહ વડાપ્રધાન મોદીથી નજીક માનવામાં આવે છે. તેઓ નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. 2014માં તેમને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હજી સુધી તેઓ એકપણ ચૂંટણી નથી હાર્યા. તેઓ આ વખતે ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અડવાણીની બેઠક ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે.

મુલાયમ સિંહ યાદવ
મુલાયમ સિંહ યાદવ ત્રણ વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, જ્યારે તેમની પાર્ટીએ ત્યાં ચાર વાર સરકાર બનાવી છે. 1992માં તેમણે સમાજવાદી પાર્ટીનો પાયો નાખ્યો હતો. તેઓ હાલ પાર્ટીના સંરક્ષક છે અને મૈનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે.

શશિ થરૂર
થરૂર 2009થી કેરળના થિરૂવનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેઓ કેન્દ્રમાં મહત્વના પદ પર રહી ચુક્યા છે. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યરત હતા. થરૂર રાજનીતિજ્ઞ હોવાની સાથે લેખક પણ છે.

વરૂણ ગાંધી
ફિરોઝ ગાંધીના પુત્ર વરૂણ ગાંધી પીલીભીતથી સાંસદ છે. આ સિવાય તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પાર્ટીના ઈતિહાસના સૌથી યુવા રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ પોતાના બેબાક બોલ માટે જાણીતા છે.

મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તી જમ્મૂ કશ્મીરના 13માં અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી. જો કે બાદમાં મતભેદોના કારણે ભાજપે સમર્થન પાછું લઈ લીધું હતું.

શરદ યાદવ
JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુકેલા શરદ યાદવ પણ લોકસભા ચૂંટણી માટે રેસમાં છે. અને ત્રીજા ચરણમાં તેમના ભવિષ્યનો પણ નિર્ણય થશે.

આ પણ વાંચોઃ ગાંધીનગર લોકસભા બેઠક પરથી વડાપ્રધાન, નાણામંત્રી સહિતના દિગ્ગજો કરશે મતદાન

સંબિત પાત્રા
વ્યવસાયે સર્જન એવા સંબિત પાત્રા ભાજપના પ્રવક્તા છે. તેમણે MS કર્યું છે. પાત્રા ભાજપની કેન્દ્રીય સમિતિમાં ઓરિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

Loksabha 2019 narendra modi rahul gandhi shashi tharoor sharad yadav