આજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...

25 January, 2021 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...

તસવીર સૌજન્ય જાગરણ

જો તમારું વૉટિંગ કાર્ડ ખોવાઇ ગયું છે તો હવે તમારે આ ડૉક્યુમેન્ટની ડુપ્લિકેટ કૉપી મેળવવા માટે ઑફિસના ચક્કર ખાવાની જરૂર નથી. નિર્વાચન આયોગ સોમવારથી e-EPICની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ છે કે તમે ઘરે બેઠા પોતાની વૉટર આઇડીની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. નેશનલ વૉટર્સ ડે પર કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ સુવિધાની શરૂઆત કરશે. આ સુવિધાને લૉન્ચ કર્યા પછી તમે કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર પોતાના મોબાઇલ ફોન કે પર્સનલ કૉમ્પ્યૂટર પર ડાઉનલોડ કરી શકશો. નિર્વાચન આયોગના અધિકારીઓ પ્રમાણે ઇ-વૉટર આઇડી કાર્ડને ડિજિટલ લૉકરમાં પણ સુરક્ષિત રાખવું શક્ય હશે. સાથે જ ડિજિટલ ફૉર્મેટમાં આને પ્રિન્ટ પણ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે નિર્વાચન આયોગે વર્ષ 1993માં વૉટર આઇડી કાર્ડની શરૂઆથ કરી હતી. આ દસ્તાવેજ હવે લોકોની ઓળખ અને સરનામા માટે પણ સ્વીકૃત છે.

ચૂંટણી આયોગના અધિરારીઓએ કહ્યું કે હાલના સમયમાં વૉટર આઇડીની પ્રિન્ટિંગ અને લોકો સુધી તે પહોંચવામાં સમય લાગે છે. તો, આ નવી સુવિધાની શરૂઆત પછી લોકો સરળતાથી પોતાનું વૉટર કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આજના સમયમાં આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલી મોટાભાગની સેવાઓ ઑનલાઇન ઉપલબ્ધ છે.

જાણો ક્યારે થઈ હતી ચૂંટણી પંચની સ્થાપના
નિર્વાચન આયોગની સ્થાપના 25 જાન્યુઆરી, 19500ના થઈ હતી, એટલે કે દેશના લોકતાંત્રિક ગણરાજ્ય બનવાના બરાબર એક દિવસ પહેલા. તો, આયોગ 2011થી પોતાના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવે છે

e-EPIC ડાઉનલોડ કરવાની રીત
વૉટર આઇડી કાર્ડની ઇ-કૉપીને બે રીતે ડાઉનલોડ કરી શકાય છે. 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન વૉટર આઇડી કાર્ડ માટે અપ્લાય કરનારા નવા વૉટર, જેમણે પોતાનું મોબાઇલ નંબર ફૉર્મ-6માં રજિસ્ટર કરાવ્યું છે, પોતાના મોબાઇલ નંબર વેરિફિકેશન દ્વારા e-EPIC ડાઉનલોડ કરી શકાશે.

આ મોબાઇલ નંબપ યૂનિક હોવો જોઇએ અને ECIના ઇલેક્ટોરલ રૉલ માટે પહેલાથી રજિસ્ટર્ડ ન હોવો જોઈએ. આના બીજા ચરણની શરૂઆત પહેલી ફેબ્રુઆરીથી થશે. આ ચરણમાં બધા વૉટર્સ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાતે પોતાનું ઇલેક્ટ્રોનિક વૉટર આઇડી ડાઉનલોડ કરી શકશે.

તમે વૉટર હેલ્પલાઇન એપ અને વૉટર પૉર્ટલની મદદથી મતદાતા ઓળખ પત્રની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો.

tech news technology news national news