વોકલ ફૉર લોકલ: PM મોદી આજે કરશે 'India Toy Fair'નું ઉદ્ઘાટન

27 February, 2021 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વોકલ ફૉર લોકલ: PM મોદી આજે કરશે 'India Toy Fair'નું ઉદ્ઘાટન

વોકલ ફૉર લોકલ: PM મોદી આજે કરશે 'India Toy Fair'નું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પહેલા 'ભારતીય રમકડાં મેળો' (The India Toy Fair 2021)નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફૉર લોકલ હેઠળ દેશને રમકડાં નિર્માણનું વૈશ્વિક હબ બનાવવાના હેતુથી શિક્ષણ મંત્રાલય, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, કાપડ મંત્રાલયે મળીને તેનું આયોજન કર્યું છે. અત્યાર સુધી આમાં 10 લાખ રજિસ્ટ્રેશન થઈ ગયા છે.

વિદ્યાર્થીઓ આ સ્પર્ધાના માધ્યમથી રમત અને સ્ટડી વેગેરે માટે રમકડાં, ડિઝાઇન અને ટેક્નિક બનાવશે. આમાં વિજેતાઓને 50 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું કોશલ્ય વિકાસ સહિત નાના કારીગરો સાથે મળીને ઇન્ટર્નશિપ કરવા હેઠલ આમાં કરવા મળશે.

આત્મનિર્ભર ભારત હેઠળ હવે વિદ્યાર્થીઓ પોતાના વિચાર, હુનર અને ટેક્નિકકથી આંતરરાષ્ટ્રીય રમકડાની માર્કેટમાં ભારતીય માર્કેટને મજબૂત બનાવશે. આમાં પૉલિસી મેકર, પેરેન્ટ્સ, સ્ટાર્ટઅપ, વિદ્યાર્થી, ઇન્ડસ્ટ્રી વગેરે બધાને એક મંચ પર મળીને કામ કરવાનું રહેશે. આમાં રાજ્ય અને કેન્દ્ર સકાર પણ એક સાથે મળીને કામ કરશે.

ભારતમાં 1.5 અરબ ડૉલરની રમકડાની બડાર છે અને આમાંથી 80 ટકા રમકડાં વિદેશમાંથી આવે છે. એવામાં પહેલીવાર સ્કૂલના વિદ્યાર્થીઓ અને કૉલેજના વિદ્યાર્થીઓને સાથે લઈને રમકડાના માધ્યમથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આથી નવા દ્રષ્ટિકોણને પ્રોત્સાહન મળશે.

નવ થીમ પર આધારિત સ્પર્ધા
સ્પર્ધા નવ થીમ પર આધારિત રહેશે. આમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પ્રાચીન કાળથી ભારતને ઓળખો, લર્નિંગ એજ્યુકેશન અને સ્કૂલિંગ, સોશિયલ એન્ડ હ્યૂમન વેલ્યૂ, વિભિન્ન ક્ષેત્રોમાં કામધંધો અને રોજગાર, પર્યાવરણ, દિવ્યાંગ, ફિટનેસ તેમજ સ્પોર્ટ્સ વગેરે પર આધારિત છે. સ્પર્ધા જૂનિયર, સીનિયર તેમજ સ્ટાર્ટઅપ લેવલ પર હશે.

national news narendra modi india