પંજાબનું વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમ એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું

12 August, 2019 10:31 AM IST  |  પંજાબ

પંજાબનું વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમ એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું

વિરાસત-એ-ખાલસા મ્યુઝિયમ

પંજાબના આનંદપુરસાહિબમાં આવેલું અજાયબ ઘર વિરાસત-એ-ખાલસાનું નામ એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું છે. આ વાતની પુષ્ટિ પંજાબના પર્યટન પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ પણ કરી હતી. આ રેકૉર્ડ મુજબ આખા એશિયામાં વિરાસત-એ-ખાલસા એક માત્ર અજાયબ ઘર છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ૨૦૧૯ની ૨૦ માર્ચે અહીં ૨૦,૫૬૯ લોકોએ હાજરી આપી હતી.

વિરાસત-એ-ખાલસાનો આ ત્રીજો રેકૉર્ડ છે. આ પહેલાં ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતના સૌથી વધુ જોવાયેલા મ્યુઝિયયમ માટે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. ૧૯૯૮ની બાવીસ નવેમ્બરે આ જગ્યાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ૨૦૦૬માં એ પબ્લિક માટે ખુલ્લું મુકાયું હતું. છેલ્લાં ૭.૫ વર્ષમાં એક કરોડથી વધુ સહેલાણીઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. પંજાબ અને સિખોના અતુલ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની યાદગીરી રૂપે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

punjab national news