VHPએ આપી સફાઈ, નહીં આપીએ કૉંગ્રેસનો સાથ

20 January, 2019 03:07 PM IST  | 

VHPએ આપી સફાઈ, નહીં આપીએ કૉંગ્રેસનો સાથ

કૉંગ્રેસને સમર્થન મામલે VHPની સ્પષ્ટતા

વિશ્વ હિંદૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેઓ કોઈ પણ રાજનૈતિક દળનું સમર્થન નહીં કરે. કૉંગ્રેસને સમર્થન આપવાના સવાલ પણ તેમણે કહ્યું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કૉંગ્રેસને નિશાને લેતા કહ્યું કે કૉંગ્રેસનો ઈતિહાસ એવો નથી રહ્યો કે તે હિંદુત્વ અને રામ મંદિરની વાત કરે. વધુ તેમણે કહ્યું કે દેશભરમાં સાંસદો મળીને મંદિરના પક્ષમાં એકમત બનાવવાનો આગ્રહ કર્યો હતો.

કેટલાક મીડિયા રિપોર્ટમાં આલોક કુમારનું એક નિવેદન ચાલી રહ્યું છે. જેના પ્રમાણે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કૉંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આલોક કુમારનું કહેવું છે કે લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસ જો પોતાના ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરે તો, સમર્થન પર વિચાર થઈ શકે છે. જો કે જ્યારે તેમને આ મામલે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુપ્તચર એજન્સીઓથી ગભરાયા આતંકીઓ હવે મહિલાઓના સહારે

મહત્વનું છે કે લોકસભા ચૂ્ંટણી રહેલા રામ મંદિરનો મુદ્દો ગરમાયેલો છ. મામલો કોર્ટમાં છે પણ રસ્તા સુધી રાજકારણ તો ચાલુ જ છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલાને કાયદાકીય રીતે હલ કરવામાં આવશે, કોઈ અધ્યાદેશ લાવવાનો વિચાર નથી. ત્યાં જ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણનો મામલો કોર્ટમાં છે, ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ જ મુખ્ય રહેશે. એવામાં સાધુ-સંતો અને રામ મંદિરની વર્ષોથી રાહ જોઈ રહેલા લોકોના મનમાં આક્રોશ છે.

ram mandir congress