કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ કોરોના સંક્રમિત

16 October, 2020 04:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ કોરોના સંક્રમિત

ગુલામ નબી આઝાદ

એક તરફ દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ એક પછી એક દિગ્ગજો આ વાયરસની ચપેટમાં આવી રહ્યાં છે. કોરોના સંક્રમિતોની યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા 71 વર્ષીય ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)નું નામ પણ ઉમેરાય ગયું છે. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા ટ્વીટ કરીને જાણકારી આપી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'હું COVID-19 પૉઝિટિવ છું. અત્યારે હૉમ ક્વૉરન્ટીનમાં છું. છેલ્લા થોડાક દિવસમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ગાઇડલાઇન્સનુઇ પાલન કરે.'

તમને જણાવી દઈએ કે, ગુલામ નબી આઝાદ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. કોરોના સંક્રમિત થનાર કોંગ્રેસના તેઓ ચોથા નેતા છે.

આ પહેલાં, અહેમદ પટેલ, અભિષેક મનુ સિંઘવી, તરુણ ગોગોઈ, આરપીએન સિંહ તથા પાર્ટીના અમુક નેતા પણ છેલ્લા થોડાક દિવસોમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એટલુ જ નહીં, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નિતિન ગડકરી, પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલ સહિત સત્તાપક્ષના તથા વિપક્ષના કેટલાય નેતાઓ આ વાયરસથી સંક્રમિત થયા છે.

coronavirus covid19 national news congress ghulam nabi azad