ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે લેશે કરમસદની મુલાકાત

19 January, 2019 02:09 PM IST  | 

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે લેશે કરમસદની મુલાકાત

વેંકૈયા નાયડુ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે કરમસદની મુલાકાતે આવી રહ્યા છે.20 જાન્યુઆરીના વેંકૈયા નાયડુ કરમસદ ખાતે આવેલ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લેશે. કરમસદના પ્રવાસ દરમિયાન વેંકૈયા નાયડુ ગામમાં આવેલ સરદાર સાહેબના નિવાસસ્થાનની પણ મુલાકાત લેવાના છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ માતા હીરા બા સાથે કરી મુલાકાત

ઉપરાષ્ટ્રપતિના આગમનને લઈને કરમસદ ખાતે તંત્ર દ્વારા ત્રણ હેલિપેડ તૈયાર કરાયા છે. જ્યાં ઉપરાષ્ટ્રપતિ 20મીની સાંજે 4 કલાકે ઉતરાણ કરશે અને ત્યારબાદ સડક માર્ગ મેમોરિયલની મુલાકાત લેશે. બાદમાં ત્યાંથી સીધા સરદાર સાહેબના ઘરે પહોંચશે. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કરમસદ ગામ ખાતે ચુસ્ત બંદોબસ્ત સહિતનું આયોજન કરાયું છે. આજે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું.

venkaiah naidu