વૅક્સિનની તંગીથી ગરીબ દેશો સહિત કુલ ૬૦ દેશો પરેશાન

11 April, 2021 12:30 PM IST  |  London | Agency

‘કોવૅક્સ’ના માધ્યમથી છેલ્લા એક અઠવાડિયામાં રોજ એક વખતમાં ૨૫,૦૦૦ ડોઝ, એમ બે વખત નિર્ધારિત તારીખે રવાના કરી શકાયા હતા. એ બધી ડિલિવરીઝ સોમવારથી અટકી છે. 

પ્રતીકાત્મક તસવીર

કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત વૃદ્ધિના માહોલમાં વિશ્વના સૌથી ગરીબ દેશો સહિત ૬૦ દેશોમાં વૅક્સિન્સના પુરવઠાની તંગી ઊભી થતાં મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. એ દેશોને મદદ કરવા માટેના વૈશ્વિક કાર્યક્રમ હેઠળ તમામ ડિલિવરીઝ જૂન મહિના સુધી રોકવામાં આવતાં ઘણાના વૅક્સિનેશન પ્રોગ્રામ્સ પહેલા ડોઝ પર અટકાવવાની ફરજ પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ‘કોવૅક્સ’ના માધ્યમથી છેલ્લા એક અઠવાડિયામાં રોજ એક વખતમાં ૨૫,૦૦૦ ડોઝ, એમ બે વખત નિર્ધારિત તારીખે રવાના કરી શકાયા હતા. એ બધી ડિલિવરીઝ સોમવારથી અટકી છે. 
યુનિસેફમાં રોજિંદા ધોરણે તૈયાર કરવામાં આવતી વિગતો અનુસાર છેલ્લાં બે અઠવાડિયાંમાં વીસ લાખ કરતાં થોડા ઓછા ડોઝ ૯૨ વિકાસશીલ દેશોને મોકલવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે એટલી સંખ્યામાં ડોઝ એકલા બ્રિટનમાં અપાઈ ચૂક્યા છે. 

national news coronavirus covid19