Uttarkashi Helicopter Crash: ઉત્તરકાશીમાં યાત્રાળુઓના હેલિકોપ્ટરનો અકસ્માત! પાંચનાં મોત, અન્ય ઘાયલ

09 May, 2025 07:01 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

Uttarkashi Helicopter Crash: પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.

અકસ્માતની તસવીરો (સૌજન્ય - પીટીઆઈ)

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી દર્દનાક સમાચાર મળી રહ્યા છે. અહીં આજે વહેલી સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ યાત્રાળુઑના મોત થયા છે જ્યારે અન્ય ૩ યાત્રાળુઑને ગંભીર ઇજાઓ થઈ છે. 

આ જે હેલકોપ્ટર હતું તેમાં પ્રવાસીઓ હતા. દેહરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી તેણે ઉડાન ભરી હતી અને તે ખરસાલી ખાતે ઉતરવાનું હતું. આમાં બેઠેલા મુસાફરોને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. પણ, તે પહેલાં જ હેલિકોપ્ટર ક્રેશ થઈ જવાને કારણે મોટી દુર્ઘટના બની છે. મળતા અહેવાલો અનુસાર હેલિકોપ્ટરમાં મુંબઈ અને આંધ્રપ્રદેશના મુસાફરો હતા. આમાંથી ચાર મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હતા. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરોટ્રાન્સ સર્વિસનું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાની પાસે થયો હતો. હેલિકોપ્ટર ગંગનાની પાસેના નાગ મંદિર આગળ જ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશની માહિતી મળતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ QRT, 108 એમ્બ્યુલન્સ વાહન, તહસીલદાર ભટવાડી, BDO ભટવાડી વગેરે ઘટનાસ્થળે રઆવી ગયા હતા.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા દોબલે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી કરવાં આવી હતી. જેમાં પાંચ મહિલાઓના મોત થયા છે. બે માણસો- એક પાઇલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા.

અકસ્માતની નોંધ લેતાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ માટે સૂચનાઓ આપી છે. તેઓએ એક્સ પર લખ્યું છે કે- "ઉત્તરકાશીના ગંગનાની નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓને ભગવાન શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે, હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે."

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી સવારે 8:40 વાગ્યે મળી હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત મુસાફરો હતા. પોલીસ અધિક્ષક સરિતા ડોબલે જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

હજી બચાવ કામગીરી ચાલુ છે. ત્યારબાદ જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલો વિશે કંઈક કહી શકાશે. આ સંદર્ભે વધુ માહિતી હવે પછી આવી શકે છે.

national news india uttarakhand char dham yatra religious places pushkar singh dhami indian government