19 June, 2023 11:45 AM IST | Haridwar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં દિન પ્રતિદિન ક્રાઈમ(Crime News)ની ઘટનાઓ વધતી જાય છે. ક્યાંક મારપીટ તો ક્યાંક હુમલો, ક્યાંક દુષ્કર્મ (Crime News) તો ક્યાંક હત્યા, અને એમાંય હવે લોકો ક્રૂરતાની એટલી હદ પાર કરી રહ્યાં છે કે હત્યા કરી લાશના ટૂકડે ટુકડા કરી ફેંકી રહ્યાં છે. દુષ્કર્મની ઘટનાઓ તે જાણે સાવ સામાન્ય બની ગઈ છે. ઉત્તરાખંડ (Uttarakhand)ના હરિદ્વારમાંથી એક દુષ્કર્મ (Crime News)ની ઘટના સામે આવી છે. ફોન પર મિત્રતા કર્યા બાદ એક યુવક યુવતીને તેના મિત્રના રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
જયારે પીડિતાએ ઘરે પહોંચીને પોતાની આ ઘટના (Crime News)જણાવી તો તેના સ્વજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાદમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, કંખલ વિસ્તારની એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેની સગીર પુત્રીને એક યુવકે મોબાઈલ ફોન દ્વારા મિત્રતાના નામે ફસાવી હતી. આરોપ છે કે યુવક તેની પુત્રીને તેના મિત્રના રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર (Crime News)કર્યો. પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હતો.
તપાસ કરતી વખતે મહિલા સબ-ઇન્સ્પેક્ટર સોનલ રાવતે કોન્સ્ટેબલ બલવંત સિંહ અને અરવિંદ નૌટિયાલ સાથે મળીને આરોપી રોહિત કુમાર, ગામ નોગાચિયાના રહેવાસી, ભાગલપુર બિહાર હોલ, રાજપૂત ધર્મશાળા કંખલના રહેવાસીની ધરપકડ કરી. કંખલ પોલીસ સ્ટેશનના પ્રમુખ નિતેશ શર્માએ જણાવ્યું કે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પીડિતાનું મેડિકલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે થોડા સમય પહેલા મધ્ય પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ગ્વાલિયર(Gwalior)માં પત્નીને પાડોશી યુવક સાથે મોબાઈલ પર વાત કરતી અટકાવવી પતિને મોંઘી પડી હતી. પત્નીએ તેની વાત ન સાંભળી, જેના પર ગુસ્સે ભરાયેલા પતિએ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણે રાત્રે સૂતી વખતે તેના પતિ પર ઉકળતું તેલ રેડીને તેનો પ્રાઈવેટ પાર્ટ ખરાબ રીતે બાળી નાખ્યો હતો. આ ઘટના કંપુ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવી નગરની છે. જ્યારે તેલથી બળી ગયેલા પીડિતે રાડો પાડી ત્યારે નજીકના લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. પતિની ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજી બાજુ મુંબઈમાં ચાલુ લોકલ ટ્રેનમાં યુવતી સાથે જાતીય સતામણી થઈ હતી. એ પણ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં. મતલબ કે મહિલાઓ કોઈ પણ જ્યારે સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે.