જયા પ્રદાનો BJPમાં પ્રવેશ: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી લડશે ચૂંટણી

27 March, 2019 08:09 AM IST  |  ઉત્તર પ્રદેશ

જયા પ્રદાનો BJPમાં પ્રવેશ: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી લડશે ચૂંટણી

જયા પ્રદા

ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે. બીજેપીમાં જોડાયા બાદ જયા પ્રદાએ કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર કામ કરીશ. બીજેપી જયા પ્રદાને રામપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. આ પહેલાં જયા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચૂક્યાં છે.

જયા પ્રદાને ટીડીપીમાંથી સમાજવાદી પાર્ટીમાં લાવવાનું શ્રેય અમર સિંહને જાય છે. એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીના આઝમ ખાને જે તે સમયે જયા પ્રદાને રામપુર બેઠક પરથી ચૂંટણી જિતાડવામાં ખૂબ મદદ કરી હતી. આ વખતે ઉત્તર પ્રદેશની રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન છે. એટલે કે જો હવે બીજેપી તેને અહીંથી ટિકિટ આપશે તો અહીં આઝમ ખાન અને જયા પ્રદા વચ્ચે સીધી ટક્કર થશે.

આ પણ વાંચો : મુરલી મનોહર જોશીએ તેમના સમર્થકોને પત્ર લખ્યો: આ પાર્ટીના સંસ્કાર નથી

જયા પ્રદા બૉલીવુડનાં એક સમયનાં લોકપ્રિય અભિનેત્રી હતાં. જયાનું સાચું નામ લલિતા રાની છે. જયાએ ફિલ્મી કારર્કિદી દરમિયાન ‘સરગમ’, ‘શરાબી’, ‘સંજોગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જયાનો જન્મ ત્રીજી એપ્રિલ, ૧૯૬૨ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. જયાએ પોતાની ફિલ્મની કારર્કિદીની શરૂઆત એક તેલુગુ ફિલ્મથી કરી હતી.

jaya prada Lok Sabha Election 2019 national news uttar pradesh bharatiya janata party