UP Accident: પ્રતાપગઢમાં રોડ અકસ્માતમાં છ બાળકો સહિત 14ના મોત

20 November, 2020 11:02 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-Day Online Correspondent

UP Accident: પ્રતાપગઢમાં રોડ અકસ્માતમાં છ બાળકો સહિત 14ના મોત

UP Accident: પ્રતાપગઢમાં રોડ અકસ્માતમાં છ બાળકો સહિત 14ના મોત

પ્રતાપગઢમાં ગુરુવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉ પ્રયાગરાજ હાઇવે પર ઝડપી ગતિએ દોડતી અનિયંત્રિત બોલેરો ઊભેલા ટ્રકમાં ઠોકાઇ. અકસ્માતમાં 14 જાનૈયાઓના નિધન થઈ ગયા છે અકસ્માતમાં મૃત્યુ પામનારમાં પાંચ કિશોર પણ છે. પ્રતાપગઢના એસપી અનુરાગ આર્યએ અકસ્માતની પુષ્ઠિ કરી છે. તેમણે ચાલકને ઝોકું આવી જવાથી અકસ્માત થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢ અકસ્માત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી પીડિતોને દરેક શક્ય મદદ પહોંચે તેવા નિર્દેશ આપ્યા છે.

કુંડાથી નવાબગંજ થાણાવિસ્તારમાં ગઈ હતી જાન
ગુરુવારે કુંડા થાણા ક્ષેત્રના ચૌસા જિરગાપુર ગામના સંતરામ યાદવના દીકરાની જાન નવાબગંજ થાણાવિસ્તારના શેખવાપુર ગઈ હતી. જયમાલા પછી મોડી રાતે જાનૈયાઓ બોલેરોથી પાછા ફરી રહ્યા હતા. રાતે લગભગ એક વાગ્યે દેશરાજ ઇંદારા નજીક ઊભેલા ટ્રકમાં બોલેરો પાછળથી ભટકાઇ. ટક્કર એટલી જોરદાર હતી કે અવાજથી આસપાસના લોકો ઘટનાસ્થળ તતરફ દોડ્યા અને પોલીસને સૂચના આપી. સૂચના પર પહોંચેલી પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને સીએચસી પહોંચાડ્યા. 14 લોકોના નિધન થયા, જેમાં 7 બાળકો પણ સામેલ છે. કુંડા કોતવાલે બોલેરોમાં જતા 14 લોકોના નિધનની પુષ્ઠિ કરી છે. અકસ્માતથી ઘટનાસ્થળે દોડાદોડ મચી ગઈ હતી.

અકસ્માત પછી બોલેરોને ગેસ કટરથી કાપીને મૃતકોને કાઢવામાં આવ્યા
બોલેરોમાં કેટલાક લોકો ફસાયેલા હતા, જેમને ગેસ કટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા. કુંડા કોતવાલ ડીપી સિંહે બોલેરોમાં બેઠેલા બધાં 14 લોકોના નિધનની પુષ્ઠિ કરી છે. મૃતકોમાં દિનેશ કુમાર, પવન કુમાર, દયારામ, અમન કુમાર, રામ સમુઝ, અંશ, ગૌરવ કુમાર, નાન ભૈયા, સચિન, હિમાંશુ, મિથલેશ કુમાર, અભિમન્યુ, પારસનાથની ઓળખ કરવામાં આવી છે. ઘટના સ્થળે મોડી રાતે એસપી અનુરાગ આર્ય પણ પહોંચ્યા હતા. તો બીજી તરફ અકસ્માતની માહિતી જાનમાં પહોંચતા જ અફરાતફરી મચી ગઈ હતી.

ચાર સગાભાઇઓનું થયું નિધન
કુંડા થાના ક્ષેત્રના ચૌસા જિરગાપુર ગામના બે-બે સગા ભાઇ આ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. આ ગામના શ્રીનાથના દીકરા દિનેશ અને નાન ભઇયા પણ બોલેરોમાં જ પાછાં જઈ રહ્યા હતા. પાછા જતી વખતે દિનેશે પરિવારજનોને ફોન કરીને આવવાની સૂચના પણ આપી હતી તે થોડીવારમાં જ ઘરે પહોંચી રહ્યો છે. કોને ખબર હતી કે આ તેના સ્વજનો સાથેની છેલ્લી વાતચીત હતી. આવું જ આ ગામના રહેવાસી દિનેશ કુમારના દીકરા પવન અને અમન સાથે પણ થયું, બન્ને આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.

શબને ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યા જિલ્લા હૉસ્પિટલ
એસપી અનુરાગ આર્યા ઘટનાસ્થલે પહોંચ્યા. તેમને મૃતકોના સ્વજનો સાથે વાત કરી અને બધાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવા કહ્યા. મોડી રાતે 14 મૃતકોના શબ ટ્રેક્ટરમાં જિલ્લા હૉસ્પિટલ મોકલવામાં આવ્યા.

મૃતકોના નામ
1. બબલૂ પુત્ર રામનાથ નિવાસી જિરગાપુર
2. દિનેશ કુમાર પુત્ર શ્રીનાથ
3. પવનકુમાર પુત્ર દિનેશ કુમાર
4. દયારામ પુત્ર છોટેલાલ
5. અમન કુમાર પુત્ર દિનેશ કુમાર
6. રામસમુઝ પુત્ર બૈજનાથ
7. અંશ પુત્ર કમલેશ
8. ગૌરવ કુમાર પુત્ર રામ મનોહર
9. નાન ભૈયા પુત્ર શ્રીનાથ
10. સચિન પુત્ર રામસમુઝ
11. હિમાંશુ પુત્ર રામ ભવન
12. મિથિલેશ કુમાર પુત્ર દશરથ લાલ
13. અભિમન્યુ પુત્ર રમેશ ચંદ્ર
14. બોલેરો ચાલક બડે રામ નિવાસી માનિકપુર

uttar pradesh national news