Uttar Pradesh Crime: ૯મા ધોરણમાં ભણતો છોકરો સ્કૂલબેગમાં પિસ્તોલ લઇ ગયો..... તક જોઈ ટીચર પર ચલાવી ગોળી...

22 August, 2025 06:56 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Uttar Pradesh Crime: બાળક બંદૂક લઇ આવ્યો હતો અને શિક્ષક પર ગોળી ચલાવી હતી. ખભાના નીચેના ભાગે ગોળી વાગવાથી શિક્ષકને ઈજા થઇ હતી

પ્રતીકાત્મક તસવીર

તાજતેરમાં જ અમદાવાદમાં બે વિદ્યાર્થીનો બનાવ હજી તો આંખ સામે તરે છે ત્યાં જ ઉત્તરપ્રદેશમાંથી (Uttar Pradesh Crime) આવી જ દિલધડક ઘટના સામે આવી છે. ઉધમસિંહ નગર જીલ્લામાં કાશીપુરમાં એક નવમા ધોરણમાં ભણતા બાળકે પોતાના શિક્ષકનો જ જીવ લઇ લીધો છે. બાળક બંદૂક લઇ આવ્યો હતો અને શિક્ષક પર ગોળી ચલાવી હતી. ખભાના નીચેના ભાગે ગોળી વાગવાથી શિક્ષકને ઈજા થઇ હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઇ (Uttar Pradesh Crime) હતી. કહે છે કે શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો હતો. આ વાતથી વિદ્યાર્થીને બહુ જ ગુસ્સો આવ્યો હતો. ગુસ્સામાં આ વિદ્યાર્થીએ મનમાં નક્કી કરી નાખ્યું હતું કે આનો બદલો તે વાળીને જ રહેશે. વિદ્યાર્થી તેના લંચ બોક્સમાં બંદૂક લઈને શાળામાં ગયો હતો. સ્કૂલમાં શિક્ષક આવ્યા ત્યારે તેમની પર ગોળી ચલાવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલા શિક્ષકો આ ઘટનાના વિરોધમાં હડતાળ પર પણ બેઠા છે. આ મામલા બાદ એટલો સખ્ત વિરોધ થઇ રહ્યો છે કે કાશીપુર સહિત અનેક સ્થળોએ આજે શાળાઓ બંધ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીની પૂછપરછ માટે અટકાયત કરી છે. હાલમાં શિક્ષકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહી છે.

ગોળી વાગ્યા પછી શાળાના અધિકારીઓ દ્વારા ઈજાગ્રસ્ત થયેલા ટીચરને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત અત્યારે સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે (Uttar Pradesh Crime) પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થી પિસ્તોલને તેની સ્કૂલ બેગમાં ભરીને વર્ગખંડમાં લઇ આવ્યો હતો. શાળામાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે આ વિદ્યાર્થી ક્લાસ પૂરો થયા પછી તરત જ શિક્ષક પર ગોળીબાર કરે છે. 

ઇજાગ્રસ્ત શિક્ષકે વિદ્યાર્થી સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ આરોપી વિદ્યાર્થીએ (Uttar Pradesh Crime) કઈ રીતે ગેરકાયદેસર હથિયાર મેળવ્યું હતું. હાલમાં તો વિદ્યાર્થીની અટકાયત કરી લેવામાં આવી છે. આજે આરોપી વિદ્યાર્થીને ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે, અધિક પોલીસ અધિક્ષક (કાશીપુર) અભય પ્રતાપ સિંહે જણાવ્યું હતું. 

શા માટે શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારેલો?
પ્રાપ્ત અહેવાલો અનુસાર ક્લાસરૂમમાં ફીઝીક્સનો પીરીયડ ચાલી રહ્યો હતો. ત્યારે શિક્ષકે આરોપીને એક સવાલ પૂછ્યો હતો. પણ પૂછવામાં આવેલા પ્રશ્નનો સાચો જવાબ આપવા છતાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો ચોડ્યો હતો. બસ, આ જ બાબતનો બદલો લેવાની તેણે મનમાં ગાંઠ વાળી હતી. તે ક્યાંકથી દેશી બનાવટની પિસ્તોલ ખરીદી લાવ્યો હતો અને શિક્ષકને ગોળી મારી હતી. આ તમામ બાબતો પોલીસ અધિકારીએ કિશોરની પૂછપરછ કરી ત્યારે જાણવા મળી હતી.

national news india uttar pradesh Crime News crime branch