યુપીમાં ૨૮ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ત્રણની ધરપકડ

17 January, 2022 08:34 AM IST  |  Banda | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ચૂંટણીઓમાં આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થવાનો હતો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બાંદાના છિલ્લા વિસ્તારમાંથી ગઈ કાલે ૨૮ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. છિલ્લા પોલીસ સ્ટેશનના એસએચઓ નરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીઓમાં આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થવાનો હતો. રૂટીન વેહિકલ ચેકિંગ દરમ્યાન ઝાકિર હુસેન, હામિદ અને શાહિદની વિસ્ફોટક સામગ્રીની સાથે ધરપકડ કરવામાં આવી હતી. 

national news uttar pradesh Crime News