02 May, 2025 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. બન્ને દેશના તનાવ વચ્ચે અમેરિકા ભારતને મદદ કરવાનું છે, જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે ભારતને ઇન્ડો-પૅસિફિક મૅરિટાઇમ ડોમેન અવેરનેસ માટે સંબંધિત સાધનોના સંભવિત ફૉરેન મિલિટરી સેલને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ સંરક્ષણ વેચાણની અંદાજે કિંમત ૧૩૧ મિલ્યન ડૉલર છે. આ મંજૂરીથી દરિયાઈ ક્ષેત્રમાં ભારતની હાજરી મજબૂત બનશે અને વર્તમાન તથા ભવિષ્યનાં જોખમોનો સામનો કરવાની એની ક્ષમતામાં પણ સુધારો થશે. બીજી તરફ આ મંજૂરીથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે.