પોલીસે બે હજાર રૂપિયાનું ચલાન બનાવ્યું તો યુવકે ફૂંકી નાખી પોતાની જ બાઇક, જાણો સમગ્ર પ્રકરણ

21 September, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરોપ છે કે પોલીસે બાઇકનું ચલાન કાપવાની ધમકી આપીને તેની પાસેથી 500 રૂપિયાની માગણી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખીમપુર ખેરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શહેરને અડીને આવેલા રાજાપુર ગામમાં રહેતા એક યુવકે ચલાનથી રોષે ભરાઈને પોતાની જ બાઇકને આગ ચાંપી દીધી હતી. આ સાથે યુવકે પોલીસકર્મીઓ પર લાંચ માગવાનો આરોપ લગાવ્યો છે.

યુવકે કહ્યું કે તે તેના પાર્ટનર સાથે દવા લઈને દુકાન ખોલવા જઈ રહ્યો હતો. રાજાપુર ચોકડી પર ટ્રાફિક ઇન્સ્પેક્ટર અન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. યુવક ત્યાંથી બાઇક લઈને પસાર થયો ત્યારે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે તેને રોક્યો.

આરોપ છે કે પોલીસે બાઇકનું ચલાન કાપવાની ધમકી આપીને તેની પાસેથી 500 રૂપિયાની માગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતા ટ્રાફિક પોલીસે તેની બાઇકનું ચલાન કાપ્યું હતું.
આ ઘટનાથી ઉશ્કેરાઈને યુવકે ત્યાં જ તેની બાઇકને આગ ચાંપી દીધી હતી. બાઇક સળગતા ધુમાડાને જોઇને ત્યાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. મામલો બગડતો જોઈને ટ્રાફિક પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ હતી.

બાદમાં રાજાપુરના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એસપી કચેરીએ પહોંચ્યા હતા. ટ્રાફિક પોલીસની હાથવગી વર્ણવી કાર્યવાહીની માગ કરી હતી. તે જ સમયે, મામલાના સંદર્ભમાં પીએસઆઈ નિર્મલ જીતે જણાવ્યું હતું કે ત્રણ લોકો બાઇક પર સવાર હતા. ત્રણેયે હેલ્મેટ પહેર્યા ન હતા. તેનું 2000 રૂપિયાનું ચલાન બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વાંદરાની ચોરી પકડાઈ ગઈ

national news offbeat news uttar pradesh