UP Election 2022:રાઉતનો દાવો, 10 વધુ મંત્રીઓના આવશે રાજીનામા, જાણો કેમ?

14 January, 2022 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 10 વધુ મંત્રી યોગી સરકારમાંથી રાજીનામુ આપશે. આ પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે તે તમે સમજી જાઓ.

સંજય રાઉત (ફાઈલ તસવીર)

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટટીમાં રાજીનામાંની લાઈન લાગી છે. અત્યાર સુધી 14 વિધેયકો પાર્ટીમાંથી રાજીનામાં આપી ચૂક્યા છે. આ દરમિયાનસ શિવસેના સાંસદ સંજય રાઉતે મોોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 10 વધુ મંત્રી યોગી સરકારમાંથી રાજીનામું આપશે. આ પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે સમજી જાઓ.

સંજય રાઉતે કહ્યું, "મેં કાલે કહ્યું તું કે આ રાજીનામાંનો આકડો વધતો જશે. તમે જુઓ. પાંચ વર્ષથી લોકો દબાણમાં કામ કરી રહ્યા હતા. આમ તો કામ કંઈ થયું નથી, માત્ર ઇવેન્ટ થઈ છે. દેશના લોકોના જે પ્રશ્નો હતા તે તો જેમના તેમ છે. 80 ટકા સામે 20 ટકા કહેવાથી મતનું ધ્રુવીકરણ થઈ શકે છે, પણ દેશનો વિકાસ નહીં. લોકો પરિવર્તન ઇચ્છે છે અને જ્યારે મંત્રીઓ જ છોડીને જઈ રહ્યા છે તો તમે સમજી જાઓ કે હવા કઈ દિશા તરફ વંટાઈ રહી છે."

આ નેતાઓએ આપ્યું રાજીનામું
જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ યૂપી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપી દીધું હતું. તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકતા હતા. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ દારા સિંહ ચૌહાણ અને ધર્મસિંહ સૈની પણ યોગી સરકારથી અલગ થઈ રહ્યા છે.

આ સિવાય 6 વિધેયકોને પણ બીજેપીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપનારા વિધેયકોમાં બ્રજેશ પ્રજાપતિ, રોશન લાલ વર્મા, ભગવતી સિંહ સાગર, મુકેશ વર્મા, વિનય શાક્ય અને બાલા અવસ્થીના નામ સામેલ છે. બીજેપીમાંથી અત્યાર સુધી કુલ 14 વિધેયકો રાજીનામું આપી ચૂક્યા છે. આમાં રાકેશ રાઠોડ, જય ચૌબે, માધુરી વર્મા અને આરકે શર્મા પહેલાથી જ સપામાં સામેલ થઈ ચૂક્યા છે. તો અવતાર સિંહ ભડાના રાષ્ટ્રીય લોકદળમાં સામેલ થયા છે.

સુલ્તાનપુરની સદર વિધાનસભાથી બીજેપીના વિધેયક સીતારામ વર્માએ સપામાં જવાની અફવાઓ ફગાવી દીધી. જણાવવાનું કે સીતારામ પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યાના નિકટના માનવામાં આવે છે. સ્વામી પ્રસાદ મૌર્યાના સપામાં જતા જ આ ચર્ચાને વેગ મળ્યો હતો કે તે પણ સપામાં સામેલ થશે પણ આજે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી સીતારામ વર્માએ આ અફવા પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે.

national news uttar pradesh sanjay raut shiv sena maharashtra