ઉત્તર પ્રદેશમાં જંગલી પ્રાણીઓ અને જંતુઓ દ્વારા થતા હુમલાઓ પણ ગણાશે રાજ્ય-આપત્તિ, મળશે વળતર

30 May, 2025 07:46 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

શિયાળ અને મધમાખીઓ દ્વારા થતા હુમલામાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં સરકાર હવે વળતર આપશે. આ પ્રસ્તાવને રાજ્ય કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં જંગલી પ્રાણીઓ અને જંતુઓ દ્વારા થતા હુમલાઓને હવે રાજ્ય-આપત્તિ ગણવામાં આવશે. શિયાળ અને મધમાખીઓ દ્વારા થતા હુમલામાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં સરકાર હવે વળતર આપશે. આ પ્રસ્તાવને રાજ્ય કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં એનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.

ગયા વર્ષે બહરાઇચ સહિત ઘણા જિલ્લાઓમાં આવા હુમલાઓમાં આઠ બાળકો અને એક મહિલાએ જીવ ગુમાવ્યા હતા. એ જ સમયે લલિતપુરના દેવગઢમાં મધમાખીના હુમલામાં સીડીઓ કમલાકાંત પાંડે સહિત નવ અધિકારીઓ ઘાયલ થયા હતા. જ્યારે પીલીભીતમાં શિયાળોએ સાત બાળકો સહિત ૧૨ લોકોને ઘાયલ કર્યા હતા. હાલમાં રાજ્યની આપત્તિ યાદીમાં કમોસમી વરસાદ, વીજળી, સાપ કરડવો, નીલગાય અને બળદના હુમલા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ કારણ આપવું ફરજિયાત

આ હુમલાઓમાં મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર મળશે. ઘાયલ વ્યક્તિને સરકારી હૉસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવશે, પરંતુ આ માટે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ કારણ આપવું ફરજિયાત રહેશે. વળતર મેળવવા માટે પીડિત પરિવાર ૧૦૭૦ હેલ્પલાઇન પર અથવા જિલ્લાના ડીએમ/એડીએમને જાણ કરીને અરજી કરી શકે છે.

uttar pradesh yogi adityanath wildlife national news news