કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી બીજીવાર કોરોનાનો શિકાર

12 January, 2022 08:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે રાત્રે ટ્વિટ કરીને આપી માહિતી, અત્યારે હૉમ આઇસોલેશનમાં

નિતિન ગડકરીની ફાઇલ તસવીર

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત થયા છે. તેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. ૬૪ વર્ષીય ભાજપ નેતાનો મંગળવારે પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમને હળવા લક્ષણ છે અને હૉમ આઇસોલેશનમાં હોવાની માહિતી પ્રધાને ટ્વિટર દ્વારા આપી છે.

નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું હતું કે, ‘આજે હળવા લક્ષણો સાથે હું કોરોના પૉઝિટિવ થયો છું. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને હું હૉમ ક્વૉરન્ટિન છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પોતાને આઇસોલેટ કરી લે અને રિપોર્ટ કઢાવે.’

આ પહેલા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી કોરોનાનો ભોગ બન્યા હતા.

તાજેતરમાં દેશભરના કેટલાક રાજકીય નેતાઓએ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

coronavirus covid19 national news nitin gadkari