Unlock 5: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

27 October, 2020 05:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Unlock 5: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

તસવીર સૌજન્ય: એએફપી

કેન્દ્રીય ગૃહમંત્રાલ (Union Home Ministry)એ આજે એટલે કે, મંગળવારે કોરોના વાયરસ (COVID-19)ના Unlock 5ની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈનમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે હવે 30મી નવેમ્બર સુધી લાગૂ રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે, 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે હવે 30મી નવેમ્બર,2020 સુધી લાગૂ રહેશે. આ ગાઈડલાઈનનો અર્થ એવો થશે કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં લૉકડાઉનનું કડક પાલન થશે પણ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 24મી માર્ચ,2020ના રોજ લૉકડાઉનને લગતો જે પ્રથમ આદેશ જાહેર કર્યો હતો ત્યારથી કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ધીમે ધીમે તમામ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. મોટાભાગના કામકાજોને મંજૂરી આપવામાં આવી છે, જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા કે સામેલ થાય તેવી પ્રવૃત્તિઓને પણ કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે અને તે આરોગ્ય તથા સ્વાસ્થ્યને લગતી સાવચેતીના સંદર્ભમાં SOPને આધિન છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેટ્રો રેલ, શોપિંગ મોલ્સ, હોટેલ, રેસ્ટોરેન્ટ તથા હૉસ્પિટાલિટી સર્વિસિસ, ધાર્મિક સ્થળો, ગોય તથા તાલીમ સંસ્થાઓ, જીમ્નેશિયમ્સ, સિનેમા, મનોરંજન પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.

Unlock 5માં કન્ટેનમેન્ટ ઝોનમાં આગામી 30 નવેમ્બર સુધી લૉકડાઉન ચાલુ રહેશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં વ્યક્તિઓ અને માલની આંતરરાજ્ય પરિવહન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ માટે કોઈ અલગ પરમિશનની જરૂર રહેશે નહીં. Unlock 4માં થિયેટરો, શાળાઓ, રાજકીય મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય છૂટની શરતો સાથે જાહેરાત કરવામાં આવી હતી. સ્વિમિંગ પૂલ અગાઉ બંધ કરવામાં આવ્યા હતા અને હજી પણ બંધ રહેશે. કોરોનાનું જોખમ ધરાવતી કેટલીક પ્રવૃત્તિઓ કે કામકાજોને લઈ મંત્રાલયે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને સ્થિતિનું યોગ્ય આકલન કરવા તથા SOPને આધિન નિર્ણય લેવા માટે કહ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ અને કામકાજોમાં શાળા તથા કોચિંગ સંસ્થાઓ, રિસર્ચ સ્કોલર્સ માટેની સરકારી તથા પ્રાઈવેટ યુનિવર્સિટી તથા 100 સુધીની મર્યાદામાં લોકોને ભેગા થવાને લગતી બાબતનો સમાવેશ થાય છે.

આ પ્રવૃત્તિઓને છે મંજૂરી:

ગૃહ મંત્રાલયની પરવાનગી પ્રમાણે મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, રમતવીરોની તાલીમ માટે સ્વીમિંગ પૂલનો ઉપયોગમાં કરવા મંજૂરી, બિઝનેસ ટુ બિઝનેસ (B2B) ઉદ્દેશથી એક્ઝિબિશન હોલ્સ માટે મંજૂરી, સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્સ તેમની 50% સિટીંગ ક્ષમતા સુધી ખોલી શકાશે, સામાજીક/શૈક્ષણિક/રમત-ગતમ/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય વગેરે હોલ ક્ષમતાના 50 ટકા સુધીની મહત્તમ ક્ષમતા તથા 200 વ્યક્તિની મર્યાદાને આધિન મંજૂરી

આ તમામ પ્રવૃત્તિઓ સ્થિતિનું આકલન કરવાને આધિન રહેશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

coronavirus covid19 lockdown national news india home ministry