CAAના સમર્થનમાં ઉત્તરપ્રદેશના લખનઉમાં અમિત શાહની રૅલી, વિપક્ષ પર પ્રહાર

22 January, 2020 12:09 PM IST  |  Lucknow

CAAના સમર્થનમાં ઉત્તરપ્રદેશના લખનઉમાં અમિત શાહની રૅલી, વિપક્ષ પર પ્રહાર

લખનઉમાં ગઈ કાલે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજ‌િત રૅલીને સંબોધતા અમિત શાહ. (તસવીર : પી.ટી.આઇ.)

સમગ્ર દેશમાં એક તરફ નાગરિકતા સંશોધિત કાયદા-સીએએની સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજી તરફ ગૃહપ્રધાન અમિત શાહે બીજેપી શાસિત યુપીમાં લખનઉની ધરતી પરથી સિંહગર્જના કરી હતી કે કૉન્ગ્રેસ સહિત જે લોકોને આ કાયદાનો જેટલો વિરોધ કરવો હોય એટલો વિરોધ કરી લે, અમારી સરકાર આ કાયદો પાછો નહીં લે, નહીં લે કેમ કે આ કાયદામાં નાગરિક્તા આપવાની જોગવાઈ છે, કોઈની છીનવી લેવાની નહીં. તેઓ આજે લખનઉના રામકથા પાર્કમાં એક વિશાળ રૅલીને સંબોધન કરી રહ્યા હતા. તેમની મક્કમતા જોતાં એવી છાપ ઉપસી હતી કે મોદી સરકાર આ કાયદા સામે તસુભાર પણ નમતું જોખવા તૈયાર નથી.

નાગરિકતા સંશોધન કાયદાનો દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં નાગરિકતા સંશોધન ઍક્ટના સમર્થનમાં સભા સંબોધી હતી. અમિત શાહે કહ્યું કે વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યા છે અને દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. આ જ મુદ્દે અમારી પાર્ટીએ જન જાગરણ અભિયાન કરવાનો નિર્ણય કર્યો છે.

ગૃહપ્રધાને કહ્યું કે સંસદ સત્રમાં જ્યારે અમારી સરકાર બિલ લાવી ત્યારે રાહુલ બાબા ઍન્ડ કંપની વિરોધમાં કાઉ-કાઉ કરતી હતી. આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે. વિપક્ષનો કોઈ પણ નેતા ચર્ચા કરવા તૈયાર થઈ જાય તો અમારા તરફથી સ્વતંત્રદેવ સિંહ ચર્ચા કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: દિલ્હી દંગલઃ છેલ્લા દિવસે 6 કલાક લાઇનમાં બેઠા બાદ અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્ર ભર્યું

રાહુલને ટોણો મારતાં બોલ્યા, કૉન્ગ્રેસના કારણે જ ભારત માતાના બે ટુકડા થયાકૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં ગૃહપ્રધાને કહ્યું કે રાહુલ બાબા કાન ખોલીને સાંભળી લે કે તેમની પાર્ટીના કારણે જ ભારત માતાના બે ટુકડા ધર્મના આધારે થયા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાં છેલ્લાં અમુક વર્ષોમાં અલ્પસંખ્યકોની સંખ્યા ઘટી છે તો એ લોકો ક્યાં ગયા?

amit shah lucknow national news