૧ ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ

26 January, 2022 10:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક દિવસ પહેલાં ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદની સંયુક્ત સભાને સંબોધશે

પ્રતીકાત્મક તસવીર

પહેલી ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે અને એના એક દિવસ પહેલાં ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદની સંયુક્ત સભાને સંબોધશે. કોવિડની ગાઇડલાઇનને જોતાં લોકસભા બપોરે ૪થી સાંજે ૯ વાગ્યા સુધી તેમ જ રાજ્યસભા સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે. સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી તેમ જ બીજો તબક્કો ૧૪ માર્ચથી ૮ એપ્રિલ સુધી ચાલશે. ૩૧ જાન્યુઆરીએ ઇકૉનૉમિક સર્વે રજૂ કરવામાં આવશે. 

national news finance ministry nirmala sitharaman ram nath kovind