આજે રજૂ થશે બજેટ, ઇન્કમ ટૅક્સમાં છૂટ મળે એવી શક્યતા

01 February, 2023 10:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૪માં સામાન્ય ચૂંટણી પહેલાં અત્યારની સરકાર દ્વારા આ છેલ્લું ફુલ બજેટ રહેશે

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે વર્ષ ૨૦૨૩-૨૪ (એપ્રિલ-માર્ચ) માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સ્પીચની સવારે અગિયાર વાગ્યાથી શરૂઆત થશે. ૨૦૨૪માં સામાન્ય ચૂંટણી પહેલાં અત્યારની સરકાર દ્વારા આ છેલ્લું ફુલ બજેટ રહેશે. છેલ્લાં બે વર્ષની જેમ આ બજેટ પણ પેપરલેસ ફૉર્મમાં રજૂ કરવામાં આવશે. એક્સપર્ટ્સ અનુસાર ઇકૉનૉમીને બૂસ્ટ આપવા માટે ડિમાન્ડ અને કન્ઝમ્પ્શન વધારવા પર ફોકસ છે. જોકે આ બન્ને ફ્રન્ટ પર કામ કરવું હોય તો ઇન્કમ-ટૅક્સમાં છૂટ ખૂબ જરૂરી છે. ટેક્સપેયર્સને છૂટ આપીને ઇકૉનૉમીમાં ડિમાન્ડ વધારી શકાય છે. એવામાં સરકાર ઇન્કમ-ટૅક્સને લઈને મોટી જાહેરાત કરી શકે છે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે બજેટમાં આ પરિસ્થિતિનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

national news income tax department nirmala sitharaman finance ministry new delhi