Union Budget 2023:તમામને ઘર આપવા માટે બજેટમાં 66 ટકા વધારો, ગરીબો માટે શું? જાણો

01 February, 2023 03:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)એ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Union Budget 2023)રજૂ કર્યું. ત્યારે જાણીએ કે ગરીબો માટે આ બજેટમાં શું ખાસ જાહેરાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)એ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Union Budget 2023)રજૂ કર્યું. સરકારે વિવિધ વર્ગો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. મિડલ ક્લાસને ટેક્સ સ્લેબમાં મોટી છૂટ આપવામાં આવી હતી તો નોકરીયાત અને બિઝનેસમેનને અલગ-અલગ રીતે રાહત આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, સરકારે ગરીબો માટે તેની તિજોરી ખોલી. સરકારે આ વખતે બજેટમાં મફત રાશનની યોજનાથી લઈને જેલમાં બંધ ગરીબોને મુક્ત કરવા સુધીના મુદ્દા સામેલ કર્યા છે. મફત આવાસ યોજના પર પણ સરકારે બજેટમાં વધારો કર્યો. આવો જાણીએ કે સરકારે ગરીબોને શું આપ્યું છે.

બજેટમાં ગરીબો માટે શું જાહેરાતો કરવામાં આવી?

1. આવાસ યોજનાનું બજેટ 66 ટકા વધ્યુંઃ

બજેટમાં ગરીબો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત આવાસ યોજનાને લઈને હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સરકારે આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કર્યો છે. ગત વખતે આવાસ યોજના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના દ્વારા દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ 80 લાખ મકાનો બનાવવામાં આવ્યા હતા. PIBની સૂચના અનુસાર, 3 જાન્યુઆરી, 2022 સુધી કુલ 1.14 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 53.42 લાખ ઘરો બાંધવામાં આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Union Budget 2023: ટેક્સને લઈ બજેટમાં મોટી જાહેરાત, જાણો શું કહ્યું સીતારમણે

2. આવતા વર્ષ સુધી ગરીબ પરિવારોને મફત રાશન: 

કેન્દ્ર સરકારે આગામી વર્ષ એટલે કે 2024 સુધી તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Nirmala Sitharaman: બજેટ સમયે સાડીના રંગોની પસંદગી પાછળ છુપાયેલુ છે રહસ્ય, જાણો

3. સરકાર જેલમાં બંધ ગરીબોની મુક્તિ સુનિશ્ચિત કરશે: 

કેન્દ્ર સરકારે પ્રથમ વખત તેના બજેટમાં જેલમાં બંધ ગરીબોના મુદ્દાનો સમાવેશ કર્યો છે. આ મુજબ જે કેદીઓ આર્થિક સંકડામણના કારણે જેલમાંથી જામીન મેળવી શકતા નથી તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. લગભગ બે લાખ કેદીઓ છે, જેમની સજા પૂરી થઈ ગઈ છે, પરંતુ મુક્તિ માટે નક્કી કરેલી રકમ ન મળવાને કારણે તેઓ જેલમાં જ છે. હવે આવા ગરીબોની મદદ માટે સરકારે હાથ લંબાવ્યો છે.

national news business news union budget budget nirmala sitharaman