અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન અંગે એઇમ્સની સ્પષ્ટતા, સારવાર ચાલુ છે

07 May, 2021 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોના વાયરસને કારણે મોત થયાંના અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. ત્યારે એઇમ્સે સ્પષ્ટતા કરી હતી.

છોટા રાજન (તસવીર સૌજન્ય મિડ-ડે)

અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારમે નિધન થઈ ગયુંના સમાચર સોશ્યલ મીડિયા પર વહેતા થયાં અને એઇમ્સે સ્પષ્ટતા કરી છે કે ડોનનું હજી મોત નથી થયું, તેની સારવાર ચાલુ છે. 

છોટા રાજનને છેલ્લે કોવિડ સંક્રમણની સારવાર માટે એમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છોટા રાજન તિહાડ જેલમાં બંધ રહેવા દરમિયાન કોરોનાથી સંક્રમિત થયો હતો. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં તેનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યા પછી તેને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. કેટલાક દિવસો સુધી તેની સ્થિતિ સ્થિર હતી, પણ શુક્રવારે તેનું નિધન થયુંની ખબરો વાઇરલ થઇ. છોટા રાજન પર અપહરણ અને હત્યાના અનેક કેસ સહિત 70થી વધુ કેસ નોંધાયા છે. તેને મુંબઇના સીનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી જાહેર કરતા આજીવન કારાવાસની સજા ફટકારાઇ હતી. જો કે, છેલ્લે તેને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં સ્પેશ્યલ સીબીઆઇ કૉર્ટે છોડ્યો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, છોટા રાજનને તાજેતરમાં કોવિડ ઇન્ફેક્શનની સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છોટા રાજનને તિહાર જેલમાં રાખવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિત થયો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર છે અને સારવાર ચાલી રહી છે.

મુંબઇમાં 1993માં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ચમાં પણ છોટા રાજન આરોપી હતો. છોટા રાજનનું સાચું નામ રાજેન્દ્ર નિકાળજે છે. 2015માં તેને ઇન્ડોનેશિયાથી ભારત પ્રત્યાર્પિત કરી લેવામાં આવ્યો હતો. 26 એપ્રિલના તેને કોરોના સંક્રમિતની સારવાર માટે એમ્સ લઈ જવામાં આવ્યો હતો. તિહાડ જેલના અધિકારીએ 26 એપ્રિલના એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે છોટા રાજનને વીડિયો કૉન્ફ્રેન્સિંગ પર રજૂઆત માટે નહીં લઈ જઈ શકાય. આનું કારણ તે કોરોનાથી સંક્રમિત છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

national news Crime News coronavirus covid19 chhota rajan