ઉદ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથને આપી આ ઓપન ચેલેન્જ...

06 November, 2020 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથને આપી આ ઓપન ચેલેન્જ...

ફાઈલ ફોટો

થોડાંક મહિના પહેલાં જ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ કહ્યું હતું કે તેઓ દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવશે. ત્યારથી આ મુદ્દા પર શિવસેના (Shivsena) અને ભાજપ (BJP) સામ-સામે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનને પડકારતા કહ્યું કે જો હિંમત છે તો તેઓ ફિલ્મ સિટી (Film City)ને ઉત્તરપ્રદેશમાં લઇ જઇને દેખાડે.

એક વેબીનારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ બોલતા કહ્યું કે એકવખત ફરીથી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધ્યું છે. બીજીબાજુ ઉદ્ધવ ઠાકરે એ મુંબઇ ફિલ્મ સિટીમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો પણ વિશ્વાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપતા તેમણે કહ્યું કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે જેને દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરશે. જે જમીન પર દાદાસાહેબ ફાળકે (DadaSaheb Phalke) એ ફિલ્મ નિર્માણની શરૂઆત કરી. એ જગ્યા પર હું કોઇપણ પ્રકારની અછત આવવા દઇશ નહીં.

શિવસેના એ ભાજપ પર આરોપ મૂકયો કે મુંબઇથી બૉલીવુડને બીજી જગ્યાએ ખસેડવાનું કાવતરું કરાઇ રહ્યું છે, પરંતુ અમે તેને પૂરું થવા દઇશું નહીં. મુંબઇ મહારાષ્ટ્રની આર્થિક રાજધાની જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજધાની પણ છે. આજે બૉલીવુડમાં હૉલીવુડને ટક્કર આપે તેવી ફિલ્મો બની રહી છે. મનોરંજન ક્ષેત્ર એક મોટું ઉદ્યોગનું ક્ષેત્ર બની ચૂકયું છે. અહીં અસંખ્ય લોકોને રોજગારીની તક મળે છે. સિનેમાના લીધે પોતાના કલાકાર લોકપ્રિય હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાક લોકોના કારણે બૉલીવુડને બદનામ કરવાનું પણ ષડયંત્ર થઇ રહ્યું છે જે ખૂબ જ દુ:ખદ છે.

maharashtra uttar pradesh uddhav thackeray yogi adityanath shiv sena bharatiya janata party bollywood