વાઘણ માટે બે વાઘમાં થઈ ભયંકર લડાઇ, જુઓ વીડિયો

18 October, 2019 04:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

વાઘણ માટે બે વાઘમાં થઈ ભયંકર લડાઇ, જુઓ વીડિયો

એક છોકરીના ચક્કરમાં બે છોકરાઓ વચ્ચે લડાઈ ઝઘડા તો તમે જોયા હશે. પણ શું ક્યારેય કોઇ વાઘણ માટે બે વાઘ વચ્ચે લડાઇ જોઇ છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે વાઘ અંદરોઅંદર લડાઇ કરતાં જોવા મળે છે. કહેવાય છે કે બન્ને ભાઇ છે, જેનું નામ સિંહસ્થ અને રૉકી છે. ઉલ્લેખનીય છે કે વાઘણ માટે બે વાઘ જંગલમાં લડાઈ કરી બેસતા હોય છે અને ઘણી વાર આ લડાઇ ઘણી ભયંકર સ્થીતી પર પણ પહોંચી જતી હોય છે.

આઇએફએસ અધિકારી પરવીન કાસવાને બુધવારે આ વીડિયોને પોતાના ટ્વિટર પર શૅર કર્યો અને જણાવ્યું તે વાઘ ટી57 અને ટી58 છે. આની સાથે તેમણે એ પણ જણાવ્યું કે બન્ને વાઘ ટી39 નંબરની વાઘણ માટે અંદરોઅંદર લડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પર્માણે, આ બન્ને વાઘ જયસિંધપુરા ક્ષેત્રની વાઘણ શર્મીલીના દીકરા છે.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

પરવીન કાસવાન પ્રમાણે, આ લડાઇમાં ટી57 જીત્યો છે. જો કે સૌથી સારી વાત એ છે કે બન્ને વાઘમાંથી એક પણ ગંભીર રીતે જોખમી થયો નથી. આ વીડિયો રાજસ્થાનના રણથંભૌર નેશનલ પાર્કનો છે, જેને હવે 35 હજારથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

national news