એકસાથે બે મહામારી ચાલી રહી છેઃ વાઇરોલૉજિસ્ટ જેકબ

17 January, 2022 10:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક તરફ ડેલ્ટા અને એના નિકટના રિલેટિવ્સ દ્વારા અને બીજી બાજુ ઓમાઇક્રોનની મહામારી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારીની પ્રગતિની સ્ક્રિપ્ટથી ઓમાઇક્રોન અલગ ચીલો ચાતરે છે, જેને કારણે એમ માની શકાય કે બે મહામારી એકસાથે ચાલી રહી છે. એક તરફ ડેલ્ટા અને એના નિકટના રિલેટિવ્સ દ્વારા અને બીજી બાજુ ઓમાઇક્રોનની મહામારી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી. જેકબ જૉને આમ જણાવ્યું હતું. 
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સેન્ટર ફૉર ઍડ્વાન્સ્ડ રિસર્ચ ઇન વાયરોલૉજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જૉને જણાવ્યું હતું કે ‘ઓમાઇક્રોન વુહાન-ડી૬૧૪જી, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, કેપ્પા કે મુના મ્યુટેશનના આગળના ક્રમમાં જન્મ્યો નથી એ વાત પાક્કી છે. ઓમાઇક્રોન કોરોનાની મહામારીની પ્રગતિની સ્ક્રિપ્ટથી અલગ ચીલો ચાતરે છે એટલે આપણે અવશ્ય માનવું રહ્યું કે બે મહામારી એકસાથે ચાલી રહી છે.’
તેમણે વધુમાં કહ્યું કે ‘ડેલ્ટા અને ઓમાઇક્રોનને કારણે થતી બીમારી પણ અલગ-અલગ છે. એક ન્યુમોનિયા-હાઇપૉક્સિયા-મલ્ટિઑર્ગન ડૅમેજ બીમારી છે, જ્યારે બીજી 
શ્વસનમાર્ગના ઉપર કે મધ્ય ભાગે થતી બીમારી છે.’

coronavirus covid19 Omicron Variant national news