નોટબંધી બાદ ઘટી રોજગારી, સરકારે રિપોર્ટ અટકાવતા 2 અધિકારીઓના રાજીનામા

30 January, 2019 11:28 AM IST  | 

નોટબંધી બાદ ઘટી રોજગારી, સરકારે રિપોર્ટ અટકાવતા 2 અધિકારીઓના રાજીનામા

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) તરફથી રોજગાર અને બેકારી પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (2017-18) તૈયાર થયાના બે મહિના બાદ પણ સરકાર તરફથી તેને જાહેર નથી કરવામાં આવ્યો. તેના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના બે સભ્યો પી. સી. મોહનન અને જે. વી. મીનાક્ષીએ રાજીનામુ આપ્યું છે.

આ મોદી સરકારમાં NSSOનો પહેલો રિપોર્ટ છે અને તેમાં નોટબંધી બાદ લોકોએ નોકરી ગુમાવી હોવાનો અને અને રોજગારી ઘટવાનો ઉલ્લેખ છે.

મોહનન NSCના કાર્યકારી અધ્યક્ષ પણ હતા. આ બંનેના રાજીનામા બાદ NSCમાં હવે માત્ર ચીફ સ્ટેટેસ્ટિક ઓફિસર પ્રવીપ શ્રીવાસ્તવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત બે સભ્ય રહી ગયા છે.

આ બંને સભ્યોએ 28 જાન્યુઆરીના રોજ રાજીનામા આપ્યા હતા. સાત સભ્યોની NSCમાં ત્રણ પદના લોકોની જગ્યા પહેલા જ ખાલી હતી. બે રાજીનામા આપ્યા બાદ હવે અહીં બે સભ્ય વધ્યા છે. મોહનન અને મીનાક્ષીનો કાર્યકાળ જૂન 2020માં પૂરો થવાનો થતો.

આ પણ વાંચો : માએ કહ્યું- દીકરો ભણવામાં નબળો, મોદીએ પૂછ્યું- PUBG રમે છે?

જાણકારી મુજબ થોડા દિવસો પહેલા રોજગાર પર લેબર બ્યૂરોના સર્વેમાં ખુલાસો થયો હતો કે બેકારીએ છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ નોકરીઓ પર નોટબંધીની ખરાબ અસર દેખાઈ છે. ઓટોમોબાઇલ અને ટેલિકોમ સેક્ટર, એરલાઇન્સ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં છટણી થઈ છે. જગુઆર લેન્ડ રોવરમાં 4,500 લોકોની છટણીની તૈયારી ચાલી રહી છે. એતિહાદ એરલાઇન્સમાં 50 પાયલટની પણ છટણીની શક્યતા દેખાઈ રહી છે.

gujarat demonetisation