કાશ્મીર:પુંછમાં પાક. સેનાએ કર્યું સિઝફાયરીંગનું ઉલ્લંઘન,2 નાગરીકોના મોત

03 December, 2019 07:55 PM IST  |  Jammu & Kashmir

કાશ્મીર:પુંછમાં પાક. સેનાએ કર્યું સિઝફાયરીંગનું ઉલ્લંઘન,2 નાગરીકોના મોત

જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાક. સેનાએ કર્યું સીઝફાયરીંગનું ઉલ્લંઘન (PC : Jagran)

પાકિસ્કાનની સેનાએ ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતના જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. પાકિસ્કાન સેનાના આ ફાયરીંગમાં બે ભારતીય નાગરીકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ વખતે પાકિસ્તાનની સેનાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
જોકેપાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેના શુક્રવાર સાંજથી પૂંછના કૃષ્ણાઘાટી, બાલાકોટ, શાહપુર, કિરણી, અને માલતી સેક્ટરોમાં સતત સંઘર્ષવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહી છે.


બરફ વર્ષાના કારણે તમામ રસ્તાઓ બંધ થયા, જેથી પાક. સેના ધુંધવાઇ
રક્ષા સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. આ કારણથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે અને તે જમ્મુના સરહદી વિસ્તારો રાજોરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC)  પર ફાયરિંગની આડમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ભારતીય સેના પાક. સેનાના તમામ પેતરાઓ નિષ્ફળ બનાવી રહી છે
પાકિસ્તાની સેનાના આવા ષડયંત્રોને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી કરાવવાના આવા જ એક કાવતરાને સેનાએ પૂંછ સેક્ટરની સામે પાક અધિકૃત કાશ્મીરના ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના અનેક બંકર ધ્વસ્ત કર્યાં જેમાં 2 પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પણ ગંભીર રીતે  ઘાયલ થયા હતાં.

national news pakistan jammu and kashmir poonch