ટ્વીટરના મતે જમ્મુ-કાશ્મીર ચીનનો હિસ્સો?

18 October, 2020 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્વીટરના મતે જમ્મુ-કાશ્મીર ચીનનો હિસ્સો?

ટ્વીટર

આજે બપોરથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં યુઝર્સ ટ્વીટરથી નારાજ છે. ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવતા લોકો અચંબામાં પડી ગયા છે. આ બાબતે ડિફેન્સ એનાલિસ્ટ નિતિન ગોખલેએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદને ફરિયાદ પણ કરી છે.

બીજી તરફ યુઝર્સ પણ ટ્વિટર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે, ટ્વિટરના હોલ ઓફ ફેમ ફીચરમાં લેહ સિલેક્ટ કરવામાં આવે તો લોકેશનમાં જમ્મુ કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દેખાડવામાં આવી રહ્યુ છે.

જ્યારે ફરી વખત આ ફિચરને ટેસ્ટ કરવામાં આવ્યુ ત્યારે પણ આ જ રિઝલ્ટ આવ્યુ હતુ.

નીતિન ગોખલેએ આ જાણકાકરી આપ્યા બાદ ટ્વિટર યુઝર્સ પણ તેને સમર્થન આપી રહ્યા છે.લોકોએ કહ્યુ હતુ કે, આ વાત સાચી છે અને આ જ પ્રકારનુ લોકેશન બીજા યુઝર્સને પણ જોવા મળી રહ્યુ છે. આ પહેલા 2012માં પણ ફરિયાદ ઉઠી હતી કે, ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવી રહ્યુ છે.

દરમિયાન ટ્વિટરે લૂલો બચાવ કરતા કહ્યુ છે કે, આ ટેકનિકલ ખામી છે અને તેને વહેલી તકે સુધારી લેવામાં આવશે.

jammu and kashmir twitter china viral videos