જાણો શા માટે મુકેશ અંબાણીને 'થેંક્યુ' કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?

26 February, 2020 01:34 PM IST  |  Delhi | Mumbai

જાણો શા માટે મુકેશ અંબાણીને 'થેંક્યુ' કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?

દિલ્હીમાં યોજાઇ CEO રાઉન્ડ ટેબલ ઇવેન્ટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના ઘર ભણી પાછા ફરી ગયા છે પણ તેમણે અહીં માત્ર મોદીના જ નહીં પણ દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ, રિલાયન્સ લિમિટેડનાં ચેરમેન મુકેશ અંબાણીના પણ ભારોભાર વખાણ કર્યા છે. RILના ચેરમેન મુકેશ અંબાણીએ જે રીતે દેશનાં ટેલિકોમ સેક્ટરમાં આમુલ પરિવર્તન આણ્યું છે તે બદલ તથા યુએસએમાં ઉર્જા ક્ષેત્રે જે વ્યુહાત્મક રોકાણ કર્યું છે તે બદલ ટ્રમ્પે તેમનો આભાર માન્યો. મંગળવારે યુએસ એમ્બેસીએ દિલ્હીમાં યોજેલી સીઇઓ રાઉન્ડટેબલ ઇવેન્ટમાં ટ્મ્પે મુકેશ અંબાણીને સંબોધીને કહ્યું કે, "ગ્રેટ જોબ યુ હેવ ડન, થેંક્યુ."

મુકેશ અંબાણીએ ટ્રમ્પને કહ્યું કે, "અમે યુનાઇટેડ સ્ટેટ્સનાં ઉર્જા ક્ષેત્રનાં રોકાણકારો છીએ અને અત્યાર સુધી 7 બિલિયન ડોલર્સનું રોકાણ કર્યું છે." આ સાંભળી ટ્રમ્પે તરત પ્રતિભાવ આપ્યો, "7 બિલિયન ડોલર્,, યેહ, બીગ વન."

આ પછી ટ્રમ્પે તેમને પુછ્યું કે, "તમે 4G કરો છો, તમે 5G પણ કરવાના છો?"

આ સવાલના જવાબમાં મુકેશ અંબાણીએ જવાબ વાળ્યો કે, "રિલાયન્સ જિઓ વિશ્વનું એક જ એવું નેટવર્કે છે જેની પાસે 5G ટ્રાયલ કરવા માટે એક પણ ચાઇનિઝ ઇક્વિપમેન્ટ ઉત્પાદક નથી."

આ સાંભળી ટ્રમ્પે કહ્યું, "ધેટ્સ ગુડ! કોઇમાં બિડ તો કરો?"

અત્યાર સુધી ભારતનાં ટેલિકોમ સેક્ટરનાં અગ્રણી રિલાયન્સ જિઓએ માત્ર નોન ચાઇનિઝ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. મુકેશ અંબાણીએ પણ યુએસમાં કરવેરા ઓછા કરવા બદલ ટ્રમ્પને વખાણ્યા અને કહ્યું કે યુએસ એક બિઝનેસ ફ્રેન્ડ્લી ડેસ્ટિનેશન છે. તેમણે ઉમેર્યું કે, "બિઝનેસ કોમ્યુનિટીમાં અમે એકબીજાને સહકાર આપીએ છીએ. અમે યુએસમાં એક્વેઝિશન્સ કરીએ છીએ અને તેઓ જલ્દી જ મંજુર થઇ જાય છે, અમને આશા છે કે ભારતીય કંપનીઓ માટે હંમેશા આમ જ રહેશે."

આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે આ તો ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તે પોતે પ્રેસિડન્ટ છે. તેમણે કહ્યું કે, "જો કોઇ ખોટું માણસ પ્રમુખ બન્યું તો આ તો જરાય નહીં થાય. બધું થંભી જશે અને તમારો બેરોજગારીનો દર આઠ કે નવ કે દસ ટકા જઇ જશે અને બીજું ઘણું થશે." જો કે ટ્રમ્પે કહ્યું કે, "મને લાગે છે કે જીતવાને મામલે અમે લોકોની પસંદ છીએ, 65 ટકા લોકો મને ફરી સત્તા પર જોવા માગે છે અને 35 ટકા નથી ઇચ્છતા. જો હું પ્રમુખ તરીકે નહીં ચુંટાઉં તો તારાજી થશે કારણકે વર્તમાન સમયમાં જેવું અર્થતંત્ર છે એટલું બહેતર તો ક્યારેય નહોતું."

mukesh ambani reliance donald trump business news delhi news united states of america indian economy