કૂચબિહારની હિંસા માટે તૃણમૂલ કૉન્ગ્રેસ જવાબદાર : મોદી 

11 April, 2021 11:53 AM IST  |  Siligudi | Agency

હતાશાની અભિવ્યક્તિ તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડા દ્વારા હિંસારૂપે કરે છે. મમતાદીદી રાજ્યની જનતાને સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરે છે.’

નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય મિડ-ડે)

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં કેન્દ્રીય દળોના ગોળીબારમાં ચાર જણનાં મૃત્યુની ઘટના બાબતે શોક વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ હિંસા માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાનો ચૂંટણીપંચને અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમ્યાન હિંસા ફેલાવવાનો આરોપ તૃણમૂલ કૉન્ગ્રેસ પર મૂકતાં મમતાદીદી લોકોને કેન્દ્રીય સુરક્ષા દળો સામે હિંસાની ઉશ્કેરણી કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. વડા પ્રધાને પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ચૂંટણીના પ્રચારની જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘કૂચબિહારમાં જે બન્યું એ કમનસીબીભરી અને ખેદજનક ઘટના છે. બીજેપીને સમર્થન વધતું જતું હોવાથી તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો હતાશાથી છંછેડાયા છે. તેઓ એ હતાશાની અભિવ્યક્તિ તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડા દ્વારા હિંસારૂપે કરે છે. મમતાદીદી રાજ્યની જનતાને સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરે છે.’

narendra modi national news