22 August, 2024 07:57 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
હડતાળની ફાઇલ તસવીર
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને તેની હત્યાના વિરોધમાં ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે એટલે સરકારી હૉસ્પિટલોમાં મેડિકલ-સર્વિસો ખોરવાઈ ગઈ છે. આ સંદર્ભે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા કુણાલ ઘોષે ડૉક્ટરોને અપીલ કરી હડતાળ પૂરી કરવાની વિનંતી કરીને તેમને સવાલ પૂછ્યો છે કે જો દેશની સરહદ પર સુરક્ષા કરી રહેલા જવાનો પુલવામાની બૉર્ડર છોડી દે તો શું થાય?
કુણાલ ઘોષે સોશ્યલ મીડિયાની પોસ્ટમાં બંગાળી ભાષામાં લખ્યું હતું કે ‘મને એક સવાલ થાય છે કે ૨૦૧૯માં પુલવામામાં હુમલો થયો એમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનો શહીદ થયા હતા. તેમને ન્યાય મળ્યો નથી. જો જવાનોએ બૉર્ડર છોડીને અમને ન્યાય આપો એવાં સૂત્રો ઉચ્ચાર્યાં હોત તો શું થાત?’