ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરી સહિતના જિલ્લાઓમાં IAS અધિકારીઓનું ટ્રાન્સફર

28 October, 2021 03:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વહીવટીતંત્રે અધિક પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષક સુધીના નવ અધિકારીઓને નવી પોસ્ટિંગ આપી છે.

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશ (Uttar pradesh)માં લખીમપુર ખેરી અને અમેઠીમાં ડીએમ સહિત 10 IAS અધિકારીઓનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.  તો બીજી બાજુ કેટલાક જિલ્લામાં પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. વહીવટીતંત્રે અધિક પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષક સુધીના નવ અધિકારીઓને નવી પોસ્ટિંગ આપી છે. આ સિવાય 29 PPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. 

લખીમપુર ખેરીની ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ કુમાર ચૌરસિયાને હટાવીને વેઇટિંગમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત લલિતપુરના ડીએમ દિનેશ કુમાર અને હમીરપુર જિલ્લા મેજિસ્ટ્રેટ જ્ઞાનેશ્વર ત્રિપાઠીને પણ હટાવીને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે.

અમેઠીના જિલ્લા મેજિસ્ટ્રેટ અરુણ કુમાર અને મૈનપુરીના ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહ સરકારની કસોટી પર ખરા ઉતર્યા છે. અરુણને મઉ અને મહેન્દ્રને ખેરીના નવા ડીએમ બનાવવામાં આવ્યા છે.

એ જ રીતે અધિક પોલીસ અધિક્ષકથી પોલીસ અધિક્ષક સુધીના 9 અધિકારીઓને ગુરુવારે નવી પોસ્ટિંગ મળી છે. આ સાથે જ કાનપુર આઉટરના એસપીની બદલી કરવામાં આવી છે. હવે અજીત કુમાર સિન્હાને કાનપુર આઉટરના નવા એસપી બનાવવામાં આવ્યા છે. આ સાથે છ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટની પણ બદલી કરવામાં આવી છે.

national news uttar pradesh