10 November, 2025 07:33 AM IST | Nainital | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકને કારણે પ્રદૂષણથી પરેશાન થતા નૈનીતાલે પર્યાવરણને બચાવવા માટે ટૂરિસ્ટો પાસેથી ગ્રીન ટૅક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે. આ નિયમ અંતર્ગત બીજાં રાજ્યોમાંથી નૈનીતાલમાં કાર લઈને પ્રવેશનારા પર્યટકોએ ગ્રીન ટૅક્સ તરીકે ૧૫૦ રૂપિયા ટૅક્સ ભરવાનો રહેશે. આ માટે ભવાલી, હલ્દવાની રોડ અને નારાયણનગરમાં ટૅક્સબૂથ બનાવવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ પરિવહનની બસોને ટૅક્સમાંથી છૂટ આપવામાં આવી છે. પ્રશાસનનું માનવું છે કે આ નિયમથી પ્રદૂષણ નિયંત્રણ તો થશે જ, સાથે નૈનીતાલની પ્રાકૃતિક સુંદરતા પણ સેફ રહેશે. ટૅક્સ તરીકે વસૂલ કરવામાં આવેલી રકમ ટૂરિઝમ માટેની વ્યવસ્થાઓ બહેતર બનાવવામાં વપરાશે.