અયોધ્યા મામલે વાંધાજનક ટિપ્પણી કરનાર 90 જણની ધરપકડ

12 November, 2019 01:25 PM IST  |  New Delhi

અયોધ્યા મામલે વાંધાજનક ટિપ્પણી કરનાર 90 જણની ધરપકડ

અયોધ્યાની રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદ વિવાદમાં શનિવારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદથી રવિવાર સાંજ સુધી સોશ્યલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવા અને ફટાકડા ફોડીને ઉજવણી કરવાના આરોપમાં ૯૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ ૭૭ લોકોને પકડવામાં આવ્યા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં પણ ૧૦ લોકોની ધરપકડ કરાઈ છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે દેશના કોઈ પણ વિસ્તારમાં અનિચ્છનીય ઘટના બન્યાની જાણકારી નથી. અમિત શાહે બન્ને દિવસે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાત કરતાં શાંતિવ્યવસ્થા જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. યુપી પોલીસ તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે કે બે દિવસમાં ૮૨૭૫ સોશ્યલ મીડિયા પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૪૫૬૩ પોસ્ટ પર રવિવારે જ કાર્યવાહી કરાઈ હતી.

ayodhya verdict Crime News