દાઊદ ગેન્ગની કંપની સાથે જોડાયેલા છે અનેક નેતાઓને તાર,તપાસમાં થશે ખુલાસો

13 October, 2019 09:55 AM IST  |  મુંબઈ

દાઊદ ગેન્ગની કંપની સાથે જોડાયેલા છે અનેક નેતાઓને તાર,તપાસમાં થશે ખુલાસો

દાઊદ ઈબ્રાહિમ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે માફિયા દાઊદ ઈબ્રાહિમના નજીકના સહયોગી ઈકબાલ મિર્ચીની સંપત્તિઓના સોદા સાથે એક પૂર્વ ઉડ્ડયન મંત્રી સાથે અનેક લોકોના નામ જોડાતા નજર આવી રહ્યા છે. ઈડીએ આ મામલાની તપાસ શરૂ કરી છે અને મિર્ચીના બે સહયોગીઓની પૂછપરછ કરી રહી છે. જો કે, અત્યાર સુધી ઈડીએ કોઈના નામનો ખુલાસો નથી કર્યો.

ઈકબાલ મિર્ચીના બે સહયોગી હારૂન યૂસુફ અને રંજીત સિંહ બિંદ્રાને ઈડીએ 11 ઑક્ટોબરે હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ બંને એ બિલ્ડિંગ વેચવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ઈડી તેમની પૂછપરછ કરીને સોદા સાથે જોડાયેલા નેતાઓ અને ઉદ્યોગપતિઓના સંબંધોની પુષ્ટિ કરવાની કોશિશ કરી રહી છે. નવા નિયમ અંતર્ગત આ સંપત્તિઓને જપ્ત કરવાની સંભાવનાઓ પણ તપાસવામાં આવી રહી છે. આ બંને પર મની લૉન્ડ્રિંગનો આરોપ છે.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

જણાવી દઈએ કે ઈડીએ ઈકબાલ મિર્ચીની બેનામી સંપત્તિઓની ઓળખ કરી છે જેમાં મુંબઈમાં 10 સંપત્તિઓ, સંયુક્ત આરબ અમીરાતમાં એક સંપત્તિ અને યૂકેમાં 25 સંપત્તિઓ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે મામલામાં તપાસમાં કથિત રૂપે સહયોગ ન કરવા માટે હારૂન અલીમ યૂસુફ અને રંજીત સિંહ બિંદ્રાને મની લૉન્ડ્રિંગ રોકવાના કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ મિર્ચી અને અન્ય લોકો સામે મુંબઈ પોલીસે દાખલ કરેલી પ્રાથમિક ફરિયાદના આધારે યૂસુફ અને બિંદ્રા સામે મની લૉન્ડ્રિંગનો આપરાધિક મામલો દાખલ કર્યો હતો.

dawood ibrahim national news