મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખસેડવી સાબિત થશે ભાજપની મોટી ભૂલ?

30 April, 2020 07:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખસેડવી સાબિત થશે ભાજપની મોટી ભૂલ?

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની ખુરશી જોખમમાં છે. જો 27 મે સુી તેમને વિધાન પરિષદ સભ્ય તરીકે નોમિનેટ કરવા અંગે રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ નિર્ણય ન લીધો તો ઠાકરેને આ પદ છોડવું પડશે. સીએમ બનવાના 6 મહિનાની અંદર કોઇ સદનના સભ્ય બનવું સંવૈધાનિક રૂપે બાધ્ય છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સીએમ પદની ખુરશી રહેશે કે જશે તે હવે એક નિર્ણય પર ટકેલું છે. વિધાન પરિષદની સીટ માટે ઉદ્ધવ ઠાકરેને મનોનીત કરવા પર ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ મોહર લગાડવાની છે. પણ અત્યાર સુધી રાજભવન તરફથી કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યપાલ તરફથી થતાં વિલંબ બાદ જો ઉદ્ધવને પદ છોડવું પડ્યું તો ભાજપ પર આની શું અસર પડી શકે છે...

ઉદ્ધવને મળી શકે છે સહાનુભૂતિ
ભાજપના ઘણાં સમર્થકોને લાગે છે કે જો કોરોના સંકટ દરમિયાન ઉદ્ધવને સીએમ પદ પરથી હટવું પડ્યું તો આથી તે સહાનુભૂતિ મેળવી શકે છે. મે મહીનો સીએમ ઠાકરેના ભવિષ્ય માટે મહત્વનો છે. સંવિધાનિક બાધ્યતા હેઠળ જો રાજ્યપાલ કોટામાંથી ઉદ્ધવને એમએલસી બનાવવા પર નિર્ણય ન લેવાયો તો 27 મે પછી તેમણે તે પદનો ત્યાગ કરવો પડશે. સીએમ તરીકે તેમનું કાર્યકાળ 27 મે સુધી જ છે. એટલે કે આ તારીખ પહેલા તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું આવશ્યક છે. મહા વિકાસ અઘાડીના નેતાઓએ બે દિવસ પહેલા રાજ્યપાલ કોશ્યારી સાથે મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ટૂંક સમયમાં જ નિર્ણય લેવાની અપીલ કરી હતી.

'ઉદ્ધવનો વિરોધ ભૂલ, ભાજપને નુકસાન'
ઉદ્ધવ પર નિર્ણયમાં વિલંબથી કોરોના વાયરસ સામે સૌથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્રમાં સંવિધાનિક સંકટ ખડું થઈ શકે છે. સોશિયલ મીડિયા પર સક્રિય ભાજપ સમર્થક દયાનંદ નેને કહે છે કે, "હું અનુભવું છું કે આટલા મહત્વના સમયમાં ઉદ્ધવ ઠાકરેનો આ મુદ્દે વિરોધ કરવો ભાજપ માટે એક ભૂલ હોઇ શકે છે. અહીં સુધી કે જો ગવર્નર ઉદ્ધવના નામાંકનને નકારી દે છે તો પણ ઉદ્ધવ ઠાકરેને જ લાભ થશે. જનતાની સહાનુભૂતિ તેમની સાથે રહેશે અને ભાજપને નુકસાન થશે."

રાજકારણીય વિશ્લેષક પ્રકાશ આકોલકરનું કહેવું છે કે, "ભાજપનું આ મુદ્દે સ્ટેન્ડ સમજ બહારનું છે. એક એવા સમયમાં જ્યારે દેશ અને મહારાષ્ટ્ર કોરોના મહામારી સામે લડી રહ્યું છે, તવા સમયમાં રાજ્યને સંવિધાનિક સંકટમાં મૂકવું યોગ્ય નથી. આથી આ સંદેશ જશે કે ભાજપ સત્તાની રમતમાં મુંઝાયેલા ઠાકરે સરકારને સારવાર અને રાહતના કામ કરવામાં વચ્ચે અડંગો ઊભો કરી રહી છે."

નામાંકન રદ્દ તો ભાજપની ખરાબ છબિ ઊભી થશે.
જો કે, શિવસેના મંત્રીએ દાવો કર્યો કે સંવિધાનિક સંકટ શિવસેના માટે સહાનુભૂતિ વધારે છે. મંત્રીએ કહ્યું, "જે રીતે કોરોના મહામારી સંકટને ઉદ્ધવજીએ સંભાળ્યું છે, તેના થકી તેમની લોકપ્રિયતા આ સમયે શિખર પર છે. લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. તેમના નામાંકનને રદ્દ કરાવવાના પ્રયત્નોથી ભાજપની ખરાબ છબિ બનશે. શિવસેના આના થકી વધારે મજબૂત બનશે."

શિવસેનાના એક પદાધિકારીએ કહ્યું કે પાર્ટીએ બધાં જ વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. "આ એક રાજનૈતિર જંગ છે, જ્યાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ટેક્નિકસ અને કાયદાકીય મામલા ઘડી રહી છે. અમે કાયદાકીય અને અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યા છીએ."

maharashtra uddhav thackeray bharatiya janata party indian politics shiv sena