ગૂગલના આ નિર્ણયથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં આવશે તેજી

13 July, 2020 03:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગૂગલના આ નિર્ણયથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં આવશે તેજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ

સોમવારે ગૂગલે ભારત માટે દસ બિલિયન ડોલર એટલે કે 75,000 રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. આ રોકાણ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને તેજી આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, દેશમાં આયોજીત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૂગલ ડિજિટલ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આગામી પાંચથી સાત વર્ષમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઈકોસિસ્ટમ રોકાણમાં આ રોકાણ ઈક્વિટી રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિશ્રણ હશે.

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે કોરોના વાયરસની પાર્શ્વભૂમિ પર નવું વર્ક કલ્ચર, ડેટા સિક્યોરિટી અને સાયબર સેફ્ટી જેવા વિષયોની ચર્ચા કરી હતી. ત્યારબાદ આ ઘોષણા કરવામાં આવી હતી. વડાપ્રધાને આ ચર્ચાને ફળદાયી ગણાવી હતી અને શિક્ષણ, ડિજિટલ શિક્ષણ તેમજ ડિજીટલ પેમેન્ટના ક્ષેત્રમાં ગૂગલના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને આ વાતચીત દરમ્યાન અનેક વિષયો પર ચર્ચા કરી હતી. જેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.

વધુમાં સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, અમે મોબાઈલ મેન્યુફેક્ચરિંગની સાથે ભાગીદારી કરી છે અને સસ્તા દરે મોબાઇલ ફોન સુવિધા પુરી પાડવાની દિશા તરફ કામ કર્યું છે. Google My Business છવ્વીસ મિલિયન ડિજિટાઈઝ્ડ થયું છે. ત્રણ મિલિયન લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, GST અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગૂગલની મહત્વની ભૂમિકા છે. આરોગ્ય અને કૃષિ ક્ષેત્ર માટે ડિજિટાઈઝેશન ખૂબ મહત્વનું છે. પૂર જેવી દૂર્ઘટનામાં ગૂગલે ઘણા અસરકારક પગલા લીધા છે. ઉપરાંત, ભારતીય ભાષાને ડિજિટલાઈઝ કરવાનું કામ કર્યું છે. ભારતની એપ્લિકેશન અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ વધી રહી છે. ગૂગલ ભારતના ડિજિટલ વિલેજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

national news india google sundar pichai narendra modi