આ એક્સપ્રેસ હાઈ-વે પર ફ્રીમાં ચા પીવડાવશે સરકાર

05 May, 2019 08:31 PM IST  | 

આ એક્સપ્રેસ હાઈ-વે પર ફ્રીમાં ચા પીવડાવશે સરકાર

પ્રતીકાત્મક તસવીર

લાંબા પ્રવાસ પર મુસાફરી કરતા કારચાલકો ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે તેની પાછળ ખાસ કારણ હોય છે ગાડી ચલાવતી વખતે લાગતો થાક. આવો જ એક રસ્તો છે જ્યા અકસ્માતના બનાવ વધુ બને છે અને તે એટલે લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઈ-વે. આ હાઈ-વે પર વધુ અકસ્માતની તપાસ કરાતા એક અહેવાલમાં સામે આવ્યું કે આ રસ્તા પર કોઈ રિફ્રેશમેન્ટ માટે સ્ટોલ નથી જેના કારણે સતત મુસાફરી કરતા અકસ્માત થવાના સંભાવના વધે છે. આજ કારણે યુપીડા(ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટી)એ નિર્ણય કર્યો છે કે આ રસ્તા પર મુસાફરી લોકો માટે રિફ્રેશમેન્ટ સ્ટોલ ખોલી લોકોને મફત ચા પીવડાવવામાં આવશે.

યૂપીડા આ રસ્તાઓ પર થતા અકસ્માતો પર છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહ્યું હતું. લખનઉ-આગ્રા હાઈ-વે પર ગત વર્ષે 50 જેટલા અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. યૂપીડાએ નિર્ણય કર્યો છે કે, મુસાફરોને ફ્રીમાં ચા આપવી જેના કારણે તેઓને આ સમય પૂરતો આરામ મળી રહે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.

આ પણ વાંચો: આ સ્ટાર એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમાશે 7 કરોડ ?

આ સિવાય પણ યૂપીડા દ્વારા અકસ્માતને કાબૂમાં કરવા નવા નિયમોની રચના કરી રહ્યું છે જે ટૂંકાદ સમયમાં લાગૂ કરવામાં આવશે. આ સિવાય સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવશે. લિમિટ કરતા વધુ સ્પીડ પણ ઘણી વાર અકસ્માતને આવકારે છે.