16 May, 2025 10:46 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પહલગામ, શ્રીનગર
કાશ્મીરમાં સેનાના પરાક્રમને સલામ કરતી અને ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરતી તિરંગા યાત્રા ગઈ કાલે શ્રીનગર અને પહલગામમાં પણ થઈ હતી. પહલગામમાં સેંકડો લોકોએ આ યાત્રામાં તિરંગા સાથે ભાગ લીધો હતો. તેમણે જીતનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડવા હાથમાં તિરંગા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.