TikTok વીડિયો બનાવતી છોકરીની પાછળથી નીકળ્યો પડછાયો, જુઓ વીડિયો....

23 October, 2019 04:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

TikTok વીડિયો બનાવતી છોકરીની પાછળથી નીકળ્યો પડછાયો, જુઓ વીડિયો....

ટિકટૉક પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સામાન્યથી લઈને સેલિબ્રિટીઝ સુધી બધાં આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. વીડિયોમાં છોકરી કિચનમાં ડાન્સ કરે છે, ત્યારે જ પાછળથી એક પડછાયો દેખાય છે. દોડતાં એક વ્યક્તિનો પડછાયો દેખાય છે. કેટલાક લોકોનું માનવું છે કે આ પડછાયો એક ભૂતનો છે. @tiengerines નામના ટિકટૉક ક્રિએટરે આ વીડિયો શૅર કર્યો છે. ટ્વિટર પર પણ તેણે આ વીડિયો શૅર કર્યો છે.

છોકરી વીડિયોમાં 'ચાન્સ ધ રેપર'ના ગીત ગ્રૉસેરીઝ પર ડાન્સ કરી રહી હતી. વીડિયોમાં તેણે જોયું કે પાછળથી એક પડછાયો જાય છે. ટ્વિટર પણ તેના આ વીડિયોના 70 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાંસ દ રેપરે આ વીડિયો જોયો અને કમેન્ટ કરી, "અરે ઉપરની તરફ ભૂત છે....."

@tiengerinesએ ટિકટૉક પર વીડિયો શૅર કરતાં લખ્યું, "મને જણાવો કે હું એકલી નથી, જેણે આ વીડિયો જોયો છે." તેણે ટ્વિટર પર લખ્યું, "મહેરબાની કરીને આને ટ્વિટર પર વાયરલ કરી દો. હે ભગવાન હું ખૂબ જ ગભરાયેલી છું."

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

એક યૂઝરે લખ્યું, "ખૂબ જ બિહામણું, પાછળથી એક વ્યક્તિ એવી રીતે નીકળ્યો જામે તે આ જગ્યાનો માલિક છે." કેટલાક લોકો આ વીડિયોને લઇને મજાક કરી રહ્યા છે તો કેટલાક આ વીડિયોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. પણ હજી સુધી આ મિસ્ટ્રીનો ઉકેલ આવ્યો નથી.

national news entertaintment