જમ્મૂ-કાશ્મીર સેના સાથે લડાઇમાં 3 આતંકવાદી ઠાર, મહિનામાં 38ના મોત

29 June, 2020 11:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જમ્મૂ-કાશ્મીર સેના સાથે લડાઇમાં 3 આતંકવાદી ઠાર, મહિનામાં 38ના મોત

પ્રતીકાત્મક તસવીર

આજની લડાઇમાં મારી નાખવામાં આવેલા ત્રણ આતંકવાદીઓની સાથે જ આ વર્ષે સુરક્ષાદળોએ 116 આતંકવાદીઓને મારી નાખ્યા છે. જૂન મહિનામાં ફક્ત 29 દિવસમાં 38 આતંકવાદીઓ મારી નાખવામાં આવ્યા છે. સેનાના હાથે મારી નાખવામાં આવેલા આતંકવાદીઓમાં જુદાં જુદાં આતંકવાદી સંગઠનોના 6 સ્વયંભૂ કમાન્ડર પણ સામેલ છે.

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને પોલીસ સાથે લડાઇમાં ત્રણ આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લડાઇ અનંતનાગના રૂનીપોરા વિસ્તારમાં થઈ છે. પોલીસ પ્રમાણે અત્યાર સુધી આતંકવાદીઓની ઓળખ થઈ નથી. આજની લડાઇ સાથે આ વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ 116 આતંકવાદીઓને મારી નાખ્યા છે. આમાં 38 આતંકવાદીઓ ફક્ત આ મહિને જ મારી નાખવામાં આવ્યા છે.

રિપોર્ટ પ્રમાણએ પોલીસ, સેનાની 19 રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની જૉઇન્ટ ટીમે રૂનીપોરા વિસ્તારમાં સંયુક્ત ઑપરેશનમાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે.

ઘટનાસ્થળેથી રાઇફલ અને પિસ્ટલ મળ્યા

જેવું સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરવાનું શરૂ કર્યું, વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. સેના પોલીસ અને સીઆરપીએફએ આમને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરી લીધા છે. જપ્ત હથિયારોમાં એક રાઇફલ અને 2 પિસ્ટલ સામેલ છે. ઘટનાસ્થળે પોલીસ ઑપરેશન ચાલું છે. પોલીસે આ વિસ્તારો ઘેરી લીધા છે અને ત્યાં શોધ થઈ રહી છે.

અત્યાર સુધી 116 આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે.

અધિકારિક સૂત્રો પ્રમાણે આજની લડાઇમાં મારી નાખવામાં આવેલા આતંકવાદીઓ સાથે આ વર્ષે સુરક્ષાદળોએ 116 આતંકવાદીઓ મારી નાખ્યા છે. જૂન મહિનામાં ફક્ત 29 દિવસમાં 38 આતંકવાદીઓ મારી નાખવામાં આવ્યા છે. સેનાના હાછે મારી નાખવામાં આવેલા આતંકવાદીઓમાં જુદાં જુદાં આતંકવાદી સંગઠનોના 6 સ્વયંભૂ કમાન્ડર પણ સામેલ છે. આ વર્ષે આતંકવાદી સંગઠન હિઝ્બુલ મુઝાહિદીનને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે આતંકવાદીઓ સાથે લડાઇમાં રિયાઝ નાયકૂ પણ મારી નાખવામાં આવ્યા છે.

jammu and kashmir national news indian army