હાવડા-જબલપુર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3 રેલ કર્મીના મોત

25 June, 2019 11:00 PM IST  |  Mumbai

હાવડા-જબલપુર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3 રેલ કર્મીના મોત

હાવડા-જબલપુર એક્સપ્રેસ

Mumbai : ફરી પાછી રેલ અકસ્માત સામે આવી છે. ઓડિશામાં હાવડા-જબલપુર એખ્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. જેને પગલે 3 રેલ કર્મીના મોત નિપજ્યા હતા. જ્યારે મુસાફરોમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.


હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસ એડિશાના રાયગઢ પાસે એન્જિન અને અમુક કોચ પાટા પરથી ઉતરી જતાં 3 રેલ્વે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતાં આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(
ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.



આ ઘટનાને પગલે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે પી મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણેય રેલવે કર્મચારીઓ છે. આ ત્રણ વ્યક્તિઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યક્તિઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે
, આ બંને અનુક્રમે ટેક્નિશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

આ પણ વાંચો : અમદાવાદઃ સરસપુરમાં જગતના નાથને ધરાવાયો 151 કિલો કેરીનો મનોરથ, મનમોહક છે તસવીરો


હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે. આ ઘટના બાદ પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનનું એન્જિન, લગેજ વાન અને સેકન્ડ કલાસનો એક જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. જોકે બાકીની ટ્રેન સાથે રેક જોડવામાં આવ્યો ન હોવાથી પેસેન્જર્સને ઈજા થઈ ન હતી. પછીથી ટ્રેનને રાયગઢ પરત મોકલી દેવામાં આવી હતી. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે ઓથોરીટી આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધ છે. આ મામલાની તપાસ રેલવે સેફટી કમીશનર, કોલકતા દ્વારા કરવામાં આવશે.

train accident national news