T20 WCમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે: યોગી આદિત્યનાથ

28 October, 2021 09:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે UP પોલીસને 24 ઑક્ટોબરે યોજાયેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, એમ ગુરુવારે મુખ્ય પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું.

ફાઇલ ફોટો

“પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓને રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડશે: સીએમ યોગી આદિત્યનાથ.” સીએમઓએ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરાયેલ ઉપરોક્ત આદેશની જાણ કરતી અખબારની કટિંગનો સ્નેપ શૉટ સાથે એક ટ્વિટમાં જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશ પોલીસે કુલ પાંચ જિલ્લામાં સાત લોકો સામે ગુનો નોંધ્યો છે અને T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફી નારા લગાવવા અથવા ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા બદલ ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.

રવિવારે, પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

national news yogi adityanath uttar pradesh