તાતાના હાથમાં પહોંચેલા એર ઇન્ડિયાના પ્લેન્સમાં હવે હશે આ વેલકમ મેસેજ, જાણો બીજા ફેરફારો

28 January, 2022 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તાતા ગ્રૂપના હાથમાં આવ્યા બાદ હવે એર ઈન્ડિયાના અંદાજ બદલાશે. તેની ઝલક 28 જાન્યુઆરીએ કંપનીના વેલકમ મેસેજીઝમાં જોઈ શકાય છે.

ઍર ઇન્ડિયા (ફાઇલ તસવીર)

જો તમે એર ઈન્ડિયાના (Air India) પ્લેનમાં મુસાફરી કરવાના હશો તે નવો વેલકમ મેસેજ તમારે માટે સરપ્રાઇઝિંગ હશે. 28 જાન્યુઆરી 2022ના રોજ એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સમાં પાઈલટનો વેલકમ મેસેજ ખૂબ જ ખાસ હશે. વેલકમ મેસેજમાં, પાઇલોટ્સ તેમના મુસાફરોને તાતા જૂથ સાથેના તેમના જોડાણ વિશે જાણ કરશે. તમને જણાવી દઈએ કે 27 જાન્યુઆરી 2022ના રોજ કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાની કમાન સત્તાવાર રીતે તાતા ગ્રુપને સોંપી દીધી હતી. તાતા ગ્રૂપના હાથમાં આવ્યા બાદ હવે એર ઈન્ડિયાના અંદાજ બદલાશે. તેની ઝલક 28 જાન્યુઆરીએ કંપનીના વેલકમ મેસેજીઝમાં જોઈ શકાય છે.

આ મેસેજ હિંદીમાં હશે – પ્રિય મહેમાન, મૈં આપકા કપ્તાન (નામ) બોલ રહા હૂં, ઇસ ઐતિહાસિક ઉડાન મેં આપકા સ્વાગત હૈ. યે એક વિશેષ ઘટના કો ચિન્હિત કરતા હૈ. આજ એર ઇન્ડિયા અધિકારિક તૌર પર સાત દશકોં કે બાદ તાતા સમૂહ કા હિસ્સા બન ગઇ હૈ. ઇસ મૌકે પર હમ એર ઇન્ડિયા કી પ્રત્યે ઉડાન મેં નઇ પ્રતિબદ્ધતા ઔર જુનૂન કે સાથ આપ કી સેવા કે લિએ તત્પર હૈં. એર ઇન્ડિયા કે ભવિષ્ય મેં આપકા સ્વાગત હૈ. હમેં ઉમ્મીદ હૈ કિ આપ યાત્રા કા આનંદ લેંગે, ધન્યવાદ.

એર ઈન્ડિયાએ તેના તમામ પાઈલટોને આ નવી સ્વાગત જાહેરાતનો પરિપત્ર જારી કર્યો છે. તાતા ગ્રૂપે ગુરુવારે સાર્વજનિક ક્ષેત્રની એરલાઈન એર ઈન્ડિયાની માલિકી મેળવી લીધી છે. 8 ઓક્ટોબર, 2021ના રોજ તાતા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડે 18,000 કરોડ રૂપિયામાં દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને હસ્તગત કરવાની બિડ જીતી લીધી. આ પછી, સંપાદનની પ્રક્રિયામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો.

આ પ્રસંગે બોલતા તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ગ્રુપ એર ઈન્ડિયાને પાછું મેળવવા માટે ઉત્સાહિત છે અને તેને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તાતા જૂથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતના ઉદ્યોગસાહસિક ભાવના પર નિર્ભરતાથી સંપૂર્ણપણે વાકેફ છે. જેને કારણે જ `ઐતિહાસિક પરિવર્તન` શક્ય બન્યું છે.

આ ઉપરાંત એર ઇન્ડિયાના વિમાનમાં બેસવાની વ્યવસ્થામાં ફેરફાર કરાશે, કેબિન ક્રૂનો ડ્રેસ બદલાશે અને ખોરાકની ગુણવત્તા પણ બહેતર બનાવાશે.

national news air india tata